મોરબીમાં સીએમના પૂતળું દહન કરવા મામલે પાસના આગેવાનો સામે ગુનો નોંધાયો

- text


ખુદ પોલીસે ફરિયાદી બનીને પાસના સાત અગ્રણીઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી

મોરબી : મોરબીમાં ગઈકાલે સુપર માર્કેટ પાસે પાસના આગેવાનો સીએમના પૂતળાનું દહન કરે તે પહેલાં ચાર અગેવાનીની અટકાયત કરી હતી.જોકે પાસની બીજી ટીમે રવાપર ચોકડી પાસે સીએમના પૂતળાને સળગાવીને સીએમ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.તેથી.પોલીસે ખુદ ફરિયાદી બનીને આ મામલે પાસના 7 આગેવાનો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી એ ડિવિજનના પી.આઈ. ચૌધરીએ મોરબી પાસના આગેવાનો મનોજભાઈ પનારા,નિકુંજભાઈ મકનભાઈ દેસાઈ,મનોજભાઈ જીવરાજભાઈ કાલરીયા, શૈલેષભાઇ કાનજીભાઈ સંઘાણી, અમિત બોપલીયા તથા બે અજાણ્યા શખ્સો સામે રાજ્યના મુખ્યમંત્રી રૂપાણીનું પૂતળું સળગાવી તેમના વિરુદ્ધ બેફામ વાણી વિલાસ કર્યાની એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી હતી.વધુમાં જાણવા મળતી વિગતો મુજબ હાર્દિક પટેલ વિરુદ્ધ સીએમ રૂપાણીએ ટિપ્પણી કરી હતી.જેના વિરોધમાં ગઈકાલે મોરબી પાસના આગેવાનોએ સીએમના પૂતળા દહનનો કાર્યક્રમ આપ્યો હતો.જોકે મોરબીના સુપર માર્કેટ ખાતે પાસના કાર્યકરો પૂતળા દહન કરે તે પહેલાં પોલીસે પાસના ચાર કાર્યકરોની અટકાયત કરી હતી.બાદમાં પાસની બીજી ટીમે પોલીસને ચકમો આપીને રવાપર ચોકડીએ સીએમનું પૂતળું સળગાવીને તેમના વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.આથી પોલીસે પાસના 7 કાર્યકરો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

 

- text