મોરબી : પાસ લોકસભાની ચૂંટણીમાં ભાજપ વિરુદ્ધ પ્રચાર કરશે

- text


 

આમરણ ગામે પાસની સોરાષ્ટ્ ઝોનની યોજાયેલી મીટીંગમાં લેવાયેલો નિર્ણય : મીટીંગમાં હાર્દિક પટેલની સૂચક ગેરહાજરી : પાસ લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપને હરાવવા મેદાને પડશે તેવો લલકાર કરાયો

મોરબી : મોરબીના આમરણ ગામે પાસે પાસની સોરાષ્ટ્ ઝોનની આજે બેઠક યોજાઇ હતી.જેમાં હાર્દિક પટેલની સૂચક ગેરહાજરી આખે ઉડીને વળગી હતી.લોકસભાની ચૂંટણીમાં પાસનું કેવું સ્ટેન્ડ રહેશે તે મુદે યોજાયેલી આ મીટીંગમાં લોકસભાની ચૂંટણીમાં પાસ ભાજપ વિરુદ્ધ પ્રચાર કરશે તેવો નિર્ણય લેવાયો હતો અને ગુજરાતમાં 26 સીટોમાં ભાજપને હરાવવા પાસ મેદાને પડશે તેવો લલકાર કરાયો હતો.

- text

આગામી લોકસભાની ચૂંટણીમાં પોતાનું સ્ટેન્ડ નક્કી કરવા માટે પાટીદાર અનામત અદોલન સમિતિની સોરાષ્ટ્ઝોનની એક અગત્યની મીટીંગ મોરબી આમરણ ખાતે યોજાયા હતી.જેમાં હાર્દિક પટેલ હાજર રહેશે તેવી અગાઉ જાહેરાત કર્યા બાદ આજે આ મહતવી બેઠકમાં તે ગેરહાજર રહ્યો હતો.આ મીટીંગ અંગે મોરબી પાસ સમિતિની કન્વીનર મનોજભાઈ પનારાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ પાસની સોરાષ્ટ્ ઝોનની બેઠકમાં સોરાષ્ટ્ના અને ગુજરાતના કન્વીનરી તથા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.આ મીટીંગમાં સર્વાનુમતે આગામી લોકસભાની ચૂંટણીમાં પાસ ભાજપ વિરુદ્ધ પ્રચાર કરશે તેવો ઠરાવ કરાયો છે અને હવે પછીની મધ્ય, દક્ષિણ તથા ઉત્તર ગુજરાતમાં મળનારી પાસની મીટીંગમાં પણ આ નિર્ણય લેવામાં આવશે.આ મીટીંગમાં અલ્પેશ કથીરિયા તથા પાટીદાર શહીદોને યોગ્ય ન્યાય મળે તે માટે મુદા હતા.જોકે ભાજપ સરકારે પાટીદારો પર દમનનીતિ અપનાવી હોવાથી આગામી લોકસભસની ચૂંટણીમાં ભાજપનો હરાવવા પાસ મેદાને પડશે અને ગુજરાતમાં ભાજપને 26 સીટો પર હરાવવા માટે સમગ્ર ગુજરાતમાં ભાજપ વિરુદ્ધ પ્રચાર કરાશે. આ માટેની પત્રિકાઓ સાથે 1 હજારથી વધુ યુવાનીની ટીમ ગુજરાતના ગામે ગામ ફરશે અને લોકોને ભાજપમાં મતદાન ન કરવા સમજાવશે,તેમજ મુખ્યમંત્રીએ હાર્દિક પટેલ સામે જે નિવેદન આપ્યું છે.તેના વિરોધમાં તેમના પૂતળાનું દહન કરાશે, અને પાકવિમો તથા સિંચાઈ સહિતના મુદે ભાજપ સરકારની નિષફળતાને ઉજાગર કરશે.જોકે ગત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો જબરી ટક્કર આપી હોય તેમાં સફળતા મળી હોવાથી આ લોકસભાની ચૂંટણીમાં ભાજપનવા હરાવવા તમામ તાકાત કામે લગાવીને એમાં સફળતા મેળવશે એવું તેમણે જણાવ્યું હતું.

- text