મોરબીના રહેણાક મકાનમાં ગેસનો બાટલો ફાટતા વૃદ્ધા દાઝ્યા

- text


મોરબીની ખાનગી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયા

મોરબી: મોરબીના ગીનચોક વિસ્તારમાં આવેલ રહેણાક મકાનમાં આજે સવારે રસોઈ બનાવતી વખતે ગેસનો બાટલો લીકેજ થયા બાદ ફાટ્યો હતો.જેમાં વૃદ્ધા ગંભીર રીતે દાઝી ગયા હતા.તેમને મોરબી બાદ વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયા છે.

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના ગ્રીનચોકમાં આવેલી ખોખાણી શેરીમાં રહેતાં સુધાબેન મૂળશંકરભાઇ ખોખણી ઉ.વ.65 નામના વૃદ્ધા આજે સવારે પોતાના ઘરે ગેસના ચૂલા પર રસોઈ બનાવી રહ્યા હતા.તે સમયે ઓચિંતા ગેસનો બાટલો લીકેજ થયો હતો અને જોતજાતમાં આ લીકેજ થયેલો ગેસના બાટલો ફાટ્યો હતા.જેમાં રસોઈ બનાવતા વૃદ્ધા ગંભીર રીતે દાઝી ગયા હતા.બાદમાં તેમને સારવાર અર્થે મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા.જ્યાં તેમને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે રાજકોટ રીફર કરાયા હોવાનું જાણવા મળ્યું છે.

- text

- text