ટંકારા : મિતાણાની સ્કૂલમાં ચિત્ર કોમ્પિટિશન યોજાઈ

- text


ચિત્ર સ્પર્ધામાં 500 જેટલા વિધાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો

ટંકારા : મનમા કંડાયેલી રચના ને કાગળ ઉપર કોતરવા માટે ટંકારાના મિતાણાની અમુતમ સ્કુલ દ્વારા ચિત્ર સ્પર્ધા નુ સુદર આયોજન કરવામાં આવ્યું હતું. બાળકોમા રહેલી કાર્ય શક્તિને બહાર લાવવા માટે યોજાયેલી આ ચિત્ર સ્પર્ધામાં 500 થી વધુ વિધાથીઓએ ઉત્સાહભેર ભાગ લઈને મનગમતા ચિત્રો દોરીને રંગબેરંગી કલરો પૂર્યા હતા.

રાજકોટ મોરબી હાઈવ પર મિતાણા ગામ પાસે આવેલી અમૃતમ સ્કુલ દ્વારા મહામેગા ચિત્ર કોમ્પીટીશનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 510 વિદ્યાર્થીઓએ આ સ્પર્ધા મા ભાગ લઈ તેની મન પસંદ આકુતી મા રંગબેરંગી રંગો પુર્યા હતા વિદ્યાર્થીઓમાં કંઈક નવું કરવાની ભાવના સાથે અમૃતમ સ્કુલ મીતાણા હંમેશને માટે કંઈક નવા નવા કાર્યો કરતી રહે છે આજની ચિત્ર સ્પર્ધામાં પ્રકૃતિચિત્રો સામાજિક મેસેજ ચિત્ર તથા લાઈવ સ્કેચ બાળ ચિત્રકારો એ દોર્યા હતા જેમા 1 થી 5 નંબર મેળવેલ બાળકો ને ટેબલેટ અને આકર્ષક ઈનામ આપી પોત્સાહીત કર્યા હતા. આ તકે શાળા ના આચાર્ય પ્રશાંત બારૈયા. સંચાલક દેવજીભાઈ ભાગીયા સંસ્થાના પ્રમુખ સંજયભાઈ ભાગીયા સહીત બાળકો ની શક્તિ ને લાઈવ નિહાળવા વાલીગણ પણ ઉપસ્થિત રહ્યા હતા.

- text

- text