મોરબી, માળિયા અને ટંકારા તાલુકામાં પાકવીમામા અન્યાય મામલે કૃષિમંત્રીને રજુઆત

- text


નિયમોનુસાર ફરીથી ન્યાયી પ્રક્રિયા કરવા મગન વડાવિયાની માંગ

મોરબી : મોરબી, માળિયા અને ટંકારા તાલુકાના ખેડૂતો સાથે પાકવીમામા થયેલા અન્યાય મામલે મોરબી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન મગનલાલ વડાવીયા દ્વારા કૃષિમંત્રીને રજુઆત કરવામાં આવી છે. જેમાં તેઓએ નિયમોનુસાર ફરીથી ન્યાયી પ્રક્રિયા કરવાની માંગ ઉઠાવી છે.

મોરબી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન મગનલાલ વડાવીયાએ કૃષિમંત્રીને કરેલી રજુઆતમાં જણાવ્યું હતું કે મોરબી તાલુકામાં ૧૭ ટકા, માળિયા તાલુકામાં ૩૫ ટકા અને ટંકારા તાલુકામાં ૨૯ ટકા મગફળીનો પાક વીમો મંજુર થયેલ છે. જેમાં પ્રધાનમંત્રી પાક વીમા યોજનાના નિયમોનુંસાર વિસંગતતાઓ છે.

- text

પ્રધાન મંત્રી પાક વીમા યોજનાના નિયમો પ્રમાણે ક્રોપ કટિંગના આંકડા પ્રમાણે માળિયા તાલુકાનો ૯૪ ટકા, મોરબી તાલુકાનો ૫૦ ટકા અને ટંકારા તાલુકાનો ૬૮ ટકા પાકવિમો થાય તેવો અંદાજ છે. ત્યારે વાંધા વચકાઓ રદ કરીને ફરીથી નિયમોનુંસાર ન્યાયી પ્રક્રિયા કરવામાં આવે તેવી માંગ છે.

- text