મોરબી : એલ.સી.બીએ બે બુટલેગરને પાસામાં જેલ હવાલે કર્યા

- text


એક બુટલેગરને લાજપોર અને બીજાને વડોદરા જેલમાં ધકેલાયો

મોરબી : આવનારી લોકસભાની ચૂંટણીમાં દારૂની રેલમછેલ રોકવા પોલીસની તમામ બ્રાન્ચ સક્રિય થઈ છે.છાપેલાં કાટલા જેવા વિદેશી દારૂના ધંધાર્થીઓને વીણી વીણીને ઉપાડી લેવામાં આવી રહ્યા છે. ત્યારે મોરબી એલ.સી.બીએ મોરબી જિલ્લાના બે નામચીન બુટલેગરોને રાજ્યની અલગ અલગ જેલોમાં પાસા હેઠળ ધકેલી દેતા નાના મોટા બુટલેગરો ભોં ભીતર થઈ ગયા છે.

જિલ્લા મેજિસ્ટ્રીટ મોરબી દ્વારા ઇસ્યુ થયેલા પાસાના વોરંટની બજવણી કરતા મોરબી એલ.સી.બીના પો.ઇન્સ. વી.બી.જાડેજા, પો.સબ.ઇન્સ. આર. ટી.વ્યાસે મૂળ પીપરડી ગામ, તાલુકા પારડી, જિલ્લા સુરેન્દ્રનગરના વસંત કાનજી વાણિયાને સુરતની લાજપોર મધ્યસ્થ જેલમાં પાસા હેઠળ ધકેલી દીધો છે.

- text

જયારે વાંકાનેર તાલુકાના યજ્ઞપુરુષ નગરના ગિરિરાજસિંહ અગરસંગ વાળા ઉર્ફે ભીખુભાને સુરતની મધ્યસ્થ જેલમાં ધકેલયો છે. પો.સબ.ઇન્સ. આર.ટી.વ્યાસ, એલ.સી.બી.પો.ઇન્સ. એસ.એ.ગોહિલ તથા બી.ડી.પરમાર અને વાંકાનેર તા.પો.સ્ટે. અને એલ.સી.બી.સ્ટાફે આ અંગે સંયુક્ત કામગીરી કરી હતી.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text