માધાપરવાડી કન્યા શાળામાં નો ટોબેકો વિષય પર વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ

- text


મોરબી : સમગ્ર વિશ્વની સાથોસાથ સૌરાષ્ટ્ર અને મોરબી પંથકમાં દિન પ્રતિદિન કેન્સરનું પ્રમાણ ભયજનક રીતે વધી રહ્યું છે,એક પણ ગામ કે એક પણ સોસાયટી એવી નહિ હોય કે જ્યાં કેન્સરનો દર્દી નહિ હોય,કેન્સરને ફેલાવવાનો મુખ્ય કોઈ પરિબળ હોય તો તમાકુ છે.

તમાકુ પીવાથી, ખાવાથી, ચાવવાથી, ભારતમાં દર વર્ષે આશરે દશ લાખ લોકો અને દરરોજ બે હજાર સાતસો લોકો મોતના મુખમાં ધકેલાય છે, જેનું પ્રમાણ આપઘાત કરતા 30 ગણું ખૂન કરતા 54 ગણું, ડાયાબિટીસ કરતા 18 ગણું અને અકસ્માત કરતા 12 ગણું વધારે છે,તમાકુનું સેવન કરવાથી વહેલા મોતિયો આવવો,જ્ઞાનતંતુ અને ચેતાતંતુ નબળા પડવા,મૉ ખલતું બંધ થવું, દાંતમાં સડો પડવો,મોં, ફેફસા શ્વાસનળી, અન્નનળી, જઠર, લીવર, મૂત્રાશય વગેરેના કેન્સર થાય છે, હાર્ટ એટેક, હાઈ બીપી, મહિલાઓને કસુવાવડ થવી, પુરુષોમાં નપુંસકતા કે વનધ્યત્વ આવવું વગેરે જેવા ભયંકર રોગો થતા હોવા છતાં લોકો તમાકુના વ્યસનના ભોગી થઈ રોગી બની રહયા છે, સિગારેટમાં ચાર હજારથી વધુ કેમિકલ્સ હોવા છતાં આજનો યુવા વર્ગ સિગારેટના રવાડે ચડ્યો છે,હાલમાં વિશ્વમાં અંદાજે 1300 લાખ વ્યક્તિઓ તમાકુનું સેવન કરે છે,વિશ્વમાં તમાકુના કારણે દર વર્ષે 490 લાખ લોકો મોતના શરણે જાય છે,લોકોને 700 રૂપિયાની કિલ્લો બદામ,800 રૂપિયાના કિલ્લો કાજુ,500 રૂપિયા કિલ્લો ઘી,100 રૂપિયાના કિલ્લો સફરજન,50 રૂપિયાનું લીટર દૂધ મોંઘુ લાગતું હોવાથી ખાતા નથી પણ 2000 રૂપિયા ના કિલ્લો ગુટકા,4000 રૂપિયાની કિલ્લો સિગારેટ,1400 રૂપિયાની કિલ્લો મોંઘી તમાકુ ખુબજ શોખથી ખાય છે અને ગમે ત્યાં પિચકારી મારે છે.

- text

 

આવી પરિસ્થિતિમાં લોકોને જાગૃત કરવા માધાપરવાડી કન્યા શાળામાં નો ટોબેકો વિષય પર વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ હતી અને શરૂઆત પોતાના ઘરથી પોતાના મમ્મી-પપ્પા થી કરવા માટે શાળાની 280 છાત્રોએ પ્રતિજ્ઞા લીધી અને શાળાની સોળ વિદાર્થીનીઓ એ વક્તવ્યો આપ્યા,સ્પર્ધામાં પ્રથમ નંબર કન્ઝારિયા મિત્તલ જગદીશભાઈ ને સ્કૂલબેગ,બીજો નંબર પ્રાપ્ત કરનાર કન્ઝારીયા શીતલ જગદીશભાઈ ને લંચ બોક્સ અને ફોલ્ડર ફાઇલ,ત્રીજો નંબર પ્રાપ્ત કરનાર હડિયલ તેજલ રણછોડભાઈ, રાધિકા હસરાજભાઈ પરમારને વોટરબેગ તેમજ કલરબોક્સ અને ભાગ લેનાર તમામને લચબોક્સ અર્પણ કર્યા હતા,આ કાર્યક્રમને સફળ બનાવવા પી.એચ.સી.બગથળાના બેચરાભાઈ,મયુરભાઈ ડાંગર તેમજ પાયલબેન વગેરેએ હાજર રહી પ્રેરણા અને પ્રોત્સાહન પુરા પાડ્યા હતા અને શાળાના 280 વિદ્યાર્થીનીઓને નાસ્તો અને સ્પર્ધામાં ભાગ લેનાર બાળાઓ માટે ઇનામોની વ્યવસ્થા પી.એચ.સી.બગથળા દ્વારા કરવામાં આવી હતી,સમગ્ર કાર્યક્રમનું સંચાલન દિનેશભાઈ વડસોલાએ કર્યું અને તમામ વ્યવસ્થા માટે તમામ સ્ટાફે જહેમત ઉઠાવી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text