હળવદની પે સે.શાળા નંબર-૪ના બાળકોનો ત્રિ-દિવસીય શૈક્ષણિક પ્રવાસ યોજાયો

- text


શાળાના ૧૧૪ બાળકોએ પર્યટન સ્થળો તેમજ ધાર્મિક દેવસ્થાનોની મુલાકાત લીધી

હળવદ : કહેવાય છે ને કે ખરું શિક્ષણ અને ખરા અનુભવો વર્ગખંડની ચાર દીવાલો માથી જ નહીં પરંતુ પ્રવાસ અને પર્યંટનમાં મળતા હોય છે. ત્યારે મોરબી દરવાજા બહાર આવેલી શાળા નંબર-૪માં ગત તારીખ ૧૨માર્ચથી ૧૪માર્ચ સુધી ત્રિ દિવસીય પ્રવાસનું આયોજન થયું હતું.

જે અંતર્ગત ૧૨માર્ચના વહેલી સવારે સૌ હળવદથી સૌરાષ્ટ્રના પ્રવાસે જવા નિકળ્યા હતા. આ પ્રવાસ ૩ દિવસ અને ૨ રાત્રીનો હતો. જે અંતર્ગત ૧૧૪બાળકો અને સાથે ૬જેટલા શિક્ષકોનો સ્ટાફ જોડાયેલ હતો. પ્રવાસની શરૂઆત દ્વારકા,બેટ દ્વારકાથી થઈ જ્યાં ભગવાન કૃષ્ણનું પ્રાચીન મંદિર અને શંકરાચાર્યએ સ્થાપેલ શારદા મઠના દર્શન કર્યાં હતા,ત્યાર બાદ નાગેશ્વર,ગોપી તળાવ,હરસિદ્ધમાતા,મૂળ દ્વારકા વગેરે જોયા હતા.ત્યાર બાદ ગાંધી જન્મભૂમિ કીર્તિમંદિરમાં ગાંધીબાપુ સાથે જોડાયેલા સ્મરણોને તાજા કરાયા હતા.ત્યાંથી સુદામા મંદિર,ભારતમાતા મંદિર,તારા મંદિરમાં પ્લેનેટોરિયમની મજા માણી બાળકો ખરેખર ગજબ પોકારી ગયા હતા.

ત્યાંથી માધવપુર(ઘેડ)ના દરિયાકિનારાની મોજ માણી ત્યાર બાદ ભગવાન સ્વામિનારાયણ સાથે જોડાયેલ લોએજધામ,ભાલકાતીર્થ અને બાર ર્જ્યોતિલિંગના દર્શનકરી સૌ બાળકો પાવન થયાં હતા. ત્યાર બાદ તૃતીય દિવસે સવારમાં ગરવો ગઢ ગિરનારની યાત્રા આગળ વધી હતી.અશોકનો શિલાલેખ,દામોદર કુંડ,અળીકડીની વાવ,નવઘનકુવો,ઉપરકોટનો કિલ્લો,પ્રાણી સંગ્રહાલય અને ગીરની તળેટીમાં બૌદ્ધગુફાઓ જોઈ બાળકો પ્રાચીન અને ઐતિહાસિક ઈતિહાસને સમજી શક્યા હતા.

- text

ત્યાર બાદ પરબવાવ,કાગવડ ધામ અને છેલ્લે ભક્ત જલારામબાપાના વિરપુરધામના દર્શન કરી મોરબીથી સૌ હળવદ પરત ફર્યાં હતા.સમગ્ર પ્રવાસને દિશા અને દોરીસંચાર કરનાર એવા આચાર્ય રાજુભાઈ,વાસુદેવભાઈ, હરજીવનભાઈ,હિતેન્દ્રભાઈ,ભાવેશભાઈ,જીતેન્દ્રભાઈ તથા શાળા પરિવારે ખૂબ મહેનત કરી હતી. આમ આ ત્રિ દિવસીય પ્રવાસ ખરા અર્થમાં શૈક્ષણિક સંકલ્પનાઓને સિદ્ધ કરનાર અને આનંદમય રહ્યો હતો.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text