હળવદ ધ્રાંગધ્રા બેઠકની પેટાચૂંટણી લોકસભા સાથે

- text


૨૩ એપ્રિલ યોજાશે વિધાનસભા પેટા ચૂંટણી

હળવદ : હળવદ – ધ્રાંગધ્રા બેઠકના ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરિયાએ રાજીનામુ ધરી દેતા કેન્દ્રીય ચૂંટણીપંચે લોકસભા ચૂંટણી સાથે જ પેટાચૂંટણી યોજવા જાહેર કર્યું છે અને ૨૩ એપ્રિલ યોજાનાર મતદાન માટે ૨૮ માર્ચે સતાવાર જાહેરનામું પ્રસિદ્ધ થશે, જો કે, હળવદ – ધ્રાંગધ્રા બેઠક માટે આચારસંહિતા લાગુ પડી ગઈ છે.

કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા આજે રાજ્યમાં ખાલી પડેલી વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી જાહેર કરવામાં આવી છે જે અંતર્ગત હળવદ ધ્રાંગધ્રા બેઠકના કોંગ્રેસી ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયાએ રાજીનામુ ધરતા ખાલી પડેલી આ બેઠક માટે આગામી ૨૩ એપ્રિલ લોકસભા ચૂંટણી સાથે જ મતદાન તારીખ નક્કી કરવામાં આવી છે.

પેટાચૂંટણી અંગે આગામી ૨૮મીએ જાહેરનામું પ્રસિદ્ધ થશે અને ૪ એપ્રિલ સુધી ઉમેદવારીપત્રો ભરી શકાશે, જ્યારે ૫મીએ ઉમેદવારી પત્રની ચકાસણી થશે અને ૮ એપ્રિલ સુધી ઉમેદવારીપત્ર પરત ખેંચી શકાશે, ૨૩ મીએ મતદાન થશે અને લોકસભા સાથે જ ૨૩ મે ના રોજ મતગણના હાથ ધરવામાં આવશે.

- text

હળવદ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી જાહેર થતા જ રાજકીય ગરમાવો આવ્યો છે અને ચૂંટણી લડવા ભાજપના જુના જોગીઓ અને કોંગ્રેસના નવા દાવેદારો હરકતમાં આવ્યા છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text