પીપળી મર્ડર કેસમાં પ્રેમ સંબંધ કારણભૂત : ૪ શખ્સો અને પ્રેમિકાએ મળીને યુવકનુ ઢીમ ઢાળ્યાનો ઘટસ્ફોટ

- text


પરિણીત પ્રેમિકાએ પ્રેમીને રાત્રે ૧ વાગ્યે બોલાવ્યો, આવતા વેંત જ પ્રેમી ઉપર પતિ સહિત ચાર શખ્સોએ હથોળા લઈને તૂટી પડી હત્યા કરી નાખી

મોરબી : મોરબીના પીપળી ગામે કુવામાંથી મૃતદેહ મળ્યાના બનાવમાં પોલીસે આ કામના પાંચ આરોપીને પકડી પાડ્યા છે. આ હત્યા પાછળ પ્રેમ સંબંધ કારણભૂત હોવાનું ખુલ્યું છે. પરિણીત પ્રેમિકાએ પ્રેમીને રાત્રે ૧ વાગ્યે પીપલીના સીમ માં બોલાવ્યો હતો. પ્રેમી યુવક ત્યાં આવતા વેંત જ તેની ઉપર પ્રેમિકાના પતિ અને ભાઈઓ સહિતના ચાર શખ્સોએ હથોળા લઈને તૂટી પડી તેનું ઢીમ ઢાળી દીધું હોવાનો ઘટસ્ફોટ થયો છે.

મોરબી તાલુકા પીપળી ગામે કુવામાંથી પથ્થર બાંધેલી હાલતમાં એક મૃતદેહ મળ્યો હતો. આ બનાવની તપાસ એલસીબીને સોંપવામા આવી હતી. ત્યારે એલસીબીએ આ કામના આરોપી ગોરધન શેનીયા ભુરિયા, દિલીપ તીતરિયા ડામોર, સુમિલા ગોરધન ભુરિયા, મુકેશ તીતરિયા ડામોર, ધૂમજી ધનસિંગ વાસકલીયાને પકડી પાડ્યા છે. આ હત્યાના બનાવમાં પ્રેમસંબંધ કારણભૂત હોવાનો ઘટસ્ફોટ થયો છે.

પોલીસ વિભાગમાંથી મળતી માહિતી પ્રમાણે આ કે સુમિલા નામની મહિલાના મૃતક સાથે આડાસંબંધ હોવાની જાણ તેના પતિ ગોરધનને થઈ જતા તેને તેના બે સાળા અને મિત્ર સાથે મળીને સમગ્ર કાવતરું રચ્યું હતું. જે મુજબ સુમિલા મૃતક પ્રેમી યુવકને રાત્રે એક વાગ્યે ફોન કરીને બોલાવ્યો હતો. જેથી આ યુવક નિર્ધારિત સ્થળે ગોદળુ લઈને જેવો પહોંચ્યો ત્યાં ચાર આરોપીએ પાછળથી હથોડાના ઘા ફટકારીને તેનું ઢીમ ઢાળી દીધું હતું. બાદમાં આરોપીઓએ પથ્થર સાથે તેની લાશ બાંધીને તેને કૂવામાં ફેંકી દીધો હતો.

- text

હત્યાના ગુનાને અંજામ આપીને મુકેશ અને ધૂમજી પડધરી તાલુકાના ખામટા ગામે મજૂરી કામે લાગી ગયા હતા. જ્યારે અન્ય ત્રણ આરોપીઓ મધ્યપ્રદેશમા પોતાના વતન ભાગી ગયા હતા. પરંતુ પ્રોબેશનલ ડીવાયએસપી ચૌધરીએ આ કેસનું પગેરૂ મેળવીને એમપી જઈને સિવિલ ડ્રેસમાં રહી સઘન તપાસ કરી બન્ને આરોપીઓની ત્યાંથી અટકાયત કરી હતી. નોંધનીય છે કે મૃતક યુવાન છેલ્લા ઘણા દિવસથી ગુમ હતો. તેના પરિવારે ગત ૧૭ ફેબ્રુઆરીના રોજ ગુમસુદાની ફરિયાદ પણ નોંધાવી હતી.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text