ટંકારા તાલુકા ભાજપના નવા પ્રમુખના નામથી હાઇકમાન્ડ અજાણ !!

હાઈ કમાન્ડ દ્વારા હજુ પણ જુના પ્રમુખ સાથે થતા પત્રવ્યવહારથી કાર્યકરોમા આશ્ચર્ય

ટંકારા : ભાજપ હાઇકમાન્ડ દ્વારા ટંકારા તાલુકાના જુના પ્રમુખ સાથે પત્રવ્યવહાર કરવામાં આવી રહ્યો છે. જેના કારણે કાર્યકરોમાં આશ્ચર્ય જાગ્યું છે. આ ઘટનાથી હાઇકમાન્ડ જાણે નવા પ્રમુખના નામથી અજાણ હોય તેવો ઘાટ સર્જાયો છે.

ટંકારામા ઉઠેલી ચર્ચા મુજબ ટંકારા તાલુકા ભાજપના પ્રમુખ પદે તાજેતરમાં નથુભાઈ કડીવાર આરૂઢ થયા છે. આ નવા પ્રમુખના નામથી હાઈ કમાન્ડ જાણે અજાણ હોય તેવો ઘાટ સર્જાયો છે. કારણ કે હાઈ કમાન્ડ નવા પ્રમુખને બદલે જુના પ્રમુખ સાથે હજુ પત્રવ્યવહાર કરે છે. બે દિવસ પૂર્વેનો જ દાખલો જોઈએ તો નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ દ્વારા મોરબી અને ટંકારા તાલુકાના રોડ રસ્તાના કામ મંજુર કર્યા હતા. ત્યારે રોડ રસ્તાના કામને મંજૂરી આપ્યાની વિગત દર્શાવતા એક પત્રમાં નવા પ્રમુખને બદલે જુના પ્રમુખના નામનો ઉલ્લેખ કરીને પત્ર તેને મોકલવામાં આવ્યો હતો.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en