મોરબીમાં બે સ્થળે જાહેરમાં જુગાર રમતા 12 ઝડપાયા

- text


આર.આર.સેલ અને તાલુકા પોલીસે કરી કાર્યવાહી

મોરબી : આર.આર.સેલે બાતમીના આધારે મોરબીના સામાકાંઠે આવેલ ઉમા ટાઉન શિપ પાસે જાહેરમાં જુગાર રમતા છ શખ્સોને ઝડપી લીધા હતા.જ્યારે મોરબી તાલુકા પોલીસે ધૂળકોટ ગામે જાહેરમાં જુગાર રમતા છ શખ્સોને ઝડપીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

મોરબીના સામાકાંઠે આવેલ ઉમા ટાઉનશીપ પાસે આજે કેટલાક શખ્સો જાહેરમાં જુગાર રમતા હોવાની ચોક્કસ બાતમીના આધારે આર. આર. સેલે ત્યાં દોરડો પડ્યો હતો, પોલીસે ત્યાં જુગાર રમતા ભીમજીભાઈ વશરામભાઈ એરવાડિયા, મગનભાઈ અંબારામભાઈ કૈલા, જમનભાઈ કાનજીભાઈ, જેન્તીભાઈ ગોકળભાઈ ભુવા, મગનભાઈ રાઘવજીભાઈ દેત્રોજા, રમણિકભાઈ ધનજીભાઈ માકડીયાને રૂ.32100ની રોકડ સાથે ઝડપી લીધા હતા.જ્યારે મોરબી તાલુકા પોલીસે બાતમીના આધારે ધૂળકોટ ગામે રેડ કરી ગામના જાપા પાસે જાહેરમાં જુગાર રમતા અમરશીભાઈ તુલસીભાઈ ચોટલીયા, અમરશીભાઈ કેશવજીભાઈ રાંધવાણી, મનસુખભાઇ કુંવરજીભાઇ રાઠોડ, હસમુખભાઈ ગંગારામ ચોટલીયા, જેન્તીલાલ તરશીભાઈ રાંધવાણી, જેન્તીભાઈ દમજીભાઈ ચાવડાને રૂ.20110ની રોકડ સાથે ઝડપીને વધુ તપાસ હાથ ધરી છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text