મોરબીમાં ધોરણ ૧૨ની પરીક્ષામાં એક કોપી કેસ

મોરબી : આજથી શરૂ થયેલ ધોરણ – ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાના પ્રથમ દિવસે જ મોરબી જિલ્લામાં ધોરણ – ૧૨ નો વિદ્યાર્થી ચોરી કરતા ઝડપાઇ જતા એક કોપી કેસ નોંધાયો છે.

પ્રાપ્ત વિગતો મુજબ આજથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થતા જ મોરબીની રાંદલ વિદ્યાલયમાં ધોરણ – ૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષાના પ્રથમ પેપર દરમ્યાન એક પરિક્ષાર્થી ચિઠ્ઠીથી ચોરી કરતો હોવાનું ઘ્યાને આવતા સ્થળ સંચાલકે રંગેહાથે ઝડપી લઇ કોપી કેસ કર્યો હતો.

જોકે વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં એકપણ કોપીકેસ ન નોંધાયો હોવાનું જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના સતાવાર સૂત્રોએ જણાવ્યું હતું.