મોરબી: નિઃસંતાન દંપત્તિ માટે મફત નિદાન કૅમ્પનું આયોજન

મોરબી: વાત્સલ્ય એજ્યુકેશન અને ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મફત નિદાન કૅમ્પનું આયોજન તારીખ 10ને રવિવારે બોય્સ હાઈ સ્કૂલ, મોરબી નગરપાલિકા પાછળ, સદભાવના હોસ્પિટલની બાજુમાં, મોરબી ખાતે કરવામાં આવ્યું છે.

વાત્સલ્ય ટ્રસ્ટ આરોગ્ય ક્ષેત્રે અનેક ફ્રી નિદાન કૅમ્પનું આયોજન કરે છે, ત્યારે નિઃસંતાન દંપત્તિ માટે પ્રથમ વખત મફત નિદાન કૅમ્પનું આયોજન વાત્સલ્ય ટ્રસ્ટ દ્વારા તથા પ્રથમ-આગમન આઈ. વી. એફ. સેન્ટર અને આગમન મેટરનિટી હોસ્પિટલના સહયોગથી થવા જઈ રહ્યું છે. આ કૅમ્પમાં સેવા આપવા માટે રાજકોટના પ્રખ્યાત સ્ત્રીરોગ નિષ્ણાંત ડૉક્ટર નીતાબેન ઠક્કર આવશે, તો આ કૅમ્પનો લાભ લેવા માટે જરૂરતમંદ દંપત્તિઓને અનુરોધ કરવામાં આવ્યો છે. આ કૅમ્પનો સમય તારીખ 10ને રવિવારે સવારે 9 થી 1નો રહેશે, જેમાં નામ નોંધણી માટે 9978999777 નંબર પર સંપર્ક કરવા જણાવાયું છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en