મોરબી જિલ્લાના વિવિધલક્ષી યોજનાકીય કામોનો લોકાપર્ણ ખાતમૂહુર્ત વિધિ યોજાઈ

- text


મોરબી જિલ્લાના વિવિધલક્ષી યોજનાકીય કામોમાં આશરે 70 કરોડનો ખર્ચ થશે : ઉર્જામંત્રીના હસ્તે લોકપર્ણ અને ખાતમુહૂર્ત થયું

મોરબી : આજે મોરબી તાલુકા પંચાયત કચેરી કેમ્પસ ખાતે મોરબી જિલ્લાના વિવિધલક્ષી યોજનાકીય કામોનો લોકાપર્ણ અને ખાતમુહુર્ત વિધિ કાર્યક્રમ ઉર્જા મંત્રીશ્રી સૌરભભાઇ પટેલના હસ્તે યોજવામાં આવ્યો હતો. આ તકે મોરબી જિલ્લામાં આશરે રૂ.70 કરોડના ખર્ચ વિવિધ યોજનાકીય કામો કરવાની જાહેરાત કરવામાં આવી હતી.

ઉર્જામંત્રીશ્રી સૌરભભાઇ પટેલે પોતાના વ્યકતવ્યમાં જણાવ્યું હતું કે, આજે મોરબી જિલ્લા માટે રૂ.70 કરોડના ખર્ચે રોડ-રસ્તા, પીવાનું પાણી, શિક્ષણ, આરોગ્ય, પી.એચ.સી. ઉર્જા, ગામડામાં સી.સી.રોડ હોય તેવા વિવિધલક્ષી કામોના અહિંયાથી લોકાપર્ણ અને ખાતમુહુર્ત વિધિ કરવામાં આવ્યાં છે. મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વ હેઠળની સરકાર દ્વારા સર્વાંગી વિકાસ અંતર્ગત દરેક ક્ષેત્રે ખૂબ સારી રીતે લોકોને સ્પર્શે તેવા કામો હાથ પર લીધા છે. અને છેવાડા ગામડાના લોકો સુધી આ યોજનાઓ પહોંચે તેવો સરકાર તરફથી કામો હાથ ધરાયા છે.
આ પ્રસંગે સાંસદશ્રી દેવજીભાઇ ફતેપરા અને પૂર્વમંત્રીશ્રી જયંતિભાઇ કવાડીયાએ પ્રસંગોચિત ઉદબોધન કર્યા હતાં. જયારે જિલ્લા કલેકટરશ્રી આર.જ.માકડિયાએ સ્વાગત પ્રવચન દ્વારા ઉપસ્થિત મંત્રીશ્રી અને મહાનુભાવોએ કર્યું હતું.આ કાર્યક્રમમાં હળવદ તાલુકા પ્રમુખશ્રી જાડેજા, નગરપાલિકા પ્રમુખશ્રી રાવલ, અગ્રણીશ્રી બીપીનભાઇ દવે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી જાડેજા તેમજ તાલુકા પંચાયત, નગરપાલિકાના અધિકારીશ્રીઓ અને ખેડુતભાઇઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહયાં હતાં.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text