મોરબી : પાટીદાર સમાજના વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષા અંગે સેમિનાર યોજાયો

- text


મોરબી : પાટીદાર એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી પાટીદાર ધામ દ્વાર તાજેતરમાં સંસ્કાર બ્લડ બેંક, જીઆઈડીસી ખાતે પાટીદાર સમાજના યુવાનો માટે વિનામૂલ્યે સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં પાટીદાર સમાજના છાત્રોએ ઉપસ્થિત રહીને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી અંગે ઉપયોગી માહિતી મેળવી હતી.

આ સેમિનારમાં રાજકોટના રમાણી સર ઉપસ્થિત રહીને તેમના હસ્તે બિન અનામત આયોગ યોજના અને જીપીએસસીના ક્લાસનું પ્રમોશન કરવામાં આવ્યું હતું અને તેઓ તેમની ટિમ સાથે આવતા અઠવાડિયાથી કલાસ લેવા આવશે તેવું નક્કી કરવામાં આવ્યું હતું. પાટીદારધામ આયોજિત પાટીદાર સમાજ માટેના આ ફ્રી સેમીનારમાં જીપીએસસીના ઉમેદવારો માટે કોચિંગ ક્લાસની વ્યવસ્થા, બિન અનામત આયોગની યોજના, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે મળતી સહાય અને સરકારની યોજનાઓની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ સેમિનારનો પાટીદાર સમાજના સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાનોએ લાભ લીધો હતો.આ સેમિનારનો સફળ બનાવવા સંસ્થાના અગ્રણી કિરીટભાઈ દેકાવડીયા અને તેની ટીમેં ભારે જહેમત ઉઠાવી હતી.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text