મોરબી પાલિકાના પૂર્વ પ્રમુખ ગીતાબેન કણઝારીયાના આગોતરા જામીન રદ કરતી કોર્ટ

- text


પૈસાની માંગણી કરતા હોય તેવી ઓડિયો ક્લિપના આધારે પૂર્વ પાલિકા પ્રમુખ પર લાગ્યો હતો ભ્રષ્ટાચારનો આરોપ

મોરબી : મોરબી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ગીતાબેન કણઝારીયા પર ભ્રષ્ટાચારના આરોપ હોવાથી તેઓએ આગોતરા જામીન માટે અરજી કરી હતી. પરંતુ સેશન્સ કોર્ટ દ્વારા આ અરજી નામંજૂર કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

મોરબી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ગીતાબેન કણઝારીયા પર ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો હતો. એક વીડિયો ક્લિપમાં તેઓ અરજદાર પાસેથી પૈસાની માંગણી કરે છે. જેના આધારે તેઓ સામે ભ્રષ્ટાચારનો આરોપ લગાવવામાં આવ્યો હતો. આ આરોપને લઈને પૂર્વ મહિલા પાલિકા પ્રમુખે સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી. પરંતુ કોર્ટ દ્વારા આ અરજી નામંજૂર કરી છે.

- text

અગાઉ કેશ દાખલ ન થયો હોય તેમ છતા પૂર્વ પાલિકા પ્રમુખ કોર્ટના શરણે ગયા હતા ત્યારે ન્યાયાધીશે પ્રમુખને એસીબીને સહકાર આપવાની સૂચના આપી હતી. એફ.એફ.એલમાંથી વોઇસ રિપોર્ટ બાદ એસીબી ધરપકડના પગલાં લે તેવી શક્યતાઓ હોવાનું જાણવા મળ્યું છે.

- text