બેટી બચાવોનો સંદેશ જન જન સુધી પહોંચાડવા શિક્ષકની 10 રાજ્યોમાં સાયકલ યાત્રા

- text


શિક્ષકની સાયકલ યાત્રા મોરબી પોહચી : અપરણીત શિક્ષકે નોકરી છોડી સમગ્ર જીવન સમાજ સેવામાં સમર્પિત કરી દીધું : આશરે 10 હજાર કિમીની સાયકલ યાત્રા કરીને મોટા સમુદાયને બેટી બચાવો અને બેટી પઢાઓને સંદેશ આપ્યો

મોરબી : બેટી બચાવો અને બેટી પઢાઓની સમગ્ર દેશભરમાં વર્ષોથી અભિયાન ચાલી રહ્યું છે . પરંતુ ઘરબાર તથા નોકરી છોડીને ફક્ત બેટી બચાવોનો સંદેશ જનજન સુધી પહોંચાડવા પોતાનું જીવન સમર્પિત કરી દે તો એ વ્યક્તિને ખરેખર દિલથી સલામ કરવાનું મન થાય જય છે આ વાત છે બિહારના શિક્ષકની.જેમણે ઘરબાર તથા નોકરી છોડી આજીવન અપરણિત રહેવાનું નક્કી કરીને બેટી બચાવો અભિયાનને સાર્થક કરવા પોતાનું જીવન સમર્પિત કરી દીધું છે.બેટી બચવો અભિયાન સાર્થક કરવા આત્યંર સુધી તેમને આશરે 10 હજાર કિમીના સાયકલ પ્રવાસ ખેડયો છે.

- text

બેટી બચાવો અને બેટી પઢાવો અભિયાનને ખરા અર્થમાં ચરિતાર્થ કરવા સાયકલ યાત્રાથી દેશના દશ રાજ્યો પ્રવાસ ખેડી ગુજરાતમાં ફરી મોરબી આવેલા બિહારના પટણાના 45 વર્ષીય શિક્ષક એમ.વી.જાવેદ તેમના બેટી બચાવો અભિયાન વિશે કહે છે કે નણંપણથી જ સમાજસેવાના સદગુણો વિકસ્યા છે.તેઓ શિક્ષક તરીકેની નોકરી દરમિયાન તેઓ જુદીજુદી સમાજ સેવાની પ્રવૃત્તિ કરતા હતા આ સામાજિક પ્રવૃત્તિ દરમ્યાન સમાજમાં પુરુષ જન્મદર સામે સ્ત્રીના જન્મદરના સતત ધટાડો ધ્યાને આવતા આ બાબતે ગંભીર ચિંતન કરી છેલ્લા દસવર્ષથી બેટી બચાવો અભિયાન સાથે જોડાયેલા હતા.તેમના આ અભિયાનને વર્ષ 2015માં વડાપ્રધાન મોદીના બેટી બચાવોના બુલંદ નારાથી વેગ મળ્યો હતો.વડાપ્રધાન મોદીના આ નારાથી તેઓ બેટી બચાવો અભિયાનને ખરા અર્થમાં સાથર્ક કરવા પ્રોત્સાહિત થયા હતા. આખરે તેમને 2018માં જ શિક્ષક તરીકેની નોકરી છોડી દીધી અને ઘરબાર પણ છોડી દીધું હતું.સમાજ સેવા માટે પહેલેથીજ તેમને અપરિણીત રહેવાનો નીર્ધાર કર્યો હતો.એટલે પરિવારના બંધનનો કોઈ પ્રશ્ન જ ન હતો.26 જાન્યુઆરી 2018ના રોજ ઘરેથી સાયકલ લઈને નીકળી પડ્યા સમાજમાં બેટી બચાવવાના ધ્યેયને સાકાર કરવા. અત્યાર સુધી તેમને સાયકલ દ્વારા પોડીચેરી, તામિલનાડુ, આંધ્રપ્રદેશ ,તેલગણા, મહારાષ્ટ્ર, ગોવા સહિત દશ રાજ્યોમાં ફરી હવે ગુજરાતમાં આવી પહોંચ્યા છે.આ તમામ રાજ્યોમાં લાખો લોકો અને શાળા કોલેજ તથા અગણિત સંસ્થાઓને મળીને બેટી બચાવો અને બેટી પઢાવોનો અસરકારક રીતે મેસેજ આપ્યો છે .સાથોસાથ પાણી બચાવો અને પર્યાવરણના જતનની પણ શીખ આપે છે.તેઓ કહે છે અત્યાર સુધીમાં જેટલા લોકોને મળ્યો તેમાંથી 90 ટકા લોકો તરફથી હકારાત્મક પ્રતિભાવ મળ્યો છે.વધુમાં તેઓ એટલું જ કહે છે કે બેટી બચાવોની જનજાગૃતિને લઈને સમાજમાં હવે દીકરો દીકરી એક સમાન હોવાનું પરિવર્તન આવ્યું છે પરંતુ હજુ સમાજ ક્યાંક છાનેખૂણે ભૂંણ હત્યાનું કલક ધુણે છે. આ કલક મિટાવીને જ જંપીશ.

- text