વિરપર ગામે શહીદોને શ્રદ્ધાંજલી આપી 1 લાખનો ફાળો એકત્ર કરાયો

મોરબી : વિરપર ગામે ગતરાત્રે ગામલકોએ શહીદોને ભારે હૈયે શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી.તેમન શહીદ પરિવારોને મદદરૂપ થવા રૂ.1 લાખનો ફાળો એકત્ર કર્યો હતો

ટંકારાના વિરપર ગામે કાશ્મીરમાં થયેલા આંતકી હુમલામાં શહીદી વહોરી લેનાર ભરતમાતાના વીર સપૂતોને શ્રદ્ધાજલિ આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ગામના રામજી મંદિરના ચોકમાં યોજાયેલા આ શ્રદ્ધાંજલી કાર્યક્રમનો પ્રારંભ ગામના નિવૃત આર્મીમેન રમેશભાઈ રણછોડભાઈ સદાતીયાના હસ્તે કરવામમાં આવ્યો હતો.મોટી સંખ્યામાં ગ્રામજનોએ કેન્ડલ માર્ચ યોજી શહીદોને શ્રદ્ધાંજલી આપી હતી.બાદમાં શહીદ પરિવારોને મદદરુપ થવા ગ્રામજનોએ ઉદારહાથેથી ફાળો નોંધાવતા શહીદો માટે કુલ એક લાખનો ફાળો એકત્ર થયો હતો.