મોરબીમાં વિનય ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા શહીદોના પરીવાર માટે ફંડ એકત્ર કરાયું

મોરબી : મોરબીની વિનય ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા આજે પુલવામાં શહીદ થનારા જવાનોના પરિવારો માટે ફાળો એકત્ર કરવામાં આવ્યો હતો. આ સેવાયજ્ઞમાં શાળાના બાળકો સાથે શિક્ષકો પણ જોડાયા હતા.

વિનય ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા વિધાર્થીઓમાં દેશભક્તિ, દેશ પ્રેમ અને દેશ ના જવાન માટે સન્માનની ભાવના કેળવાય તે માટે સ્કૂલ ના વિધાર્થીઓ અને શિક્ષકો દ્વારા રવાપર-કેનાલ ચોકડી પાસે પુલવામાં શહીદ થયેલા CRPF ના વીર જવાનોના પરિવાર માટે ફંડ એકત્રિત કરવામાં આવ્યું હતું. આ પ્રવૃતિમાં સ્કૂલના બાળકો અને શિક્ષકોએ રવિવારની રજાના સમયનો સદુપયોગ દેશના વીર જવાનોના પરિવારો માટે કરીને રાષ્ટ્ર ભાવનાની અનોખી જ્યોત જલાવી હતી.