મોરબી જિલ્લા ભાજપે શહીદોને શ્રદ્ધાંજલી આપી

- text


ભાજપની તમામ પાંખના હોદેદારો અને કાર્યકરો તથા સામાજિક, શૈક્ષણિક અગ્રણીઓએ શહીદોને અંજલી આપી

મોરબી : આતંકવાદી હુમલામાં શહીદ થયેલા ભારતમાતાના વીર સપૂતોને સમગ્ર મોરબીવાસીઓ કોટિકોટી નમન કરીને ભારે હૈયે શ્રદ્ધાંજલી આપી રહ્યા છે. ત્યારે આજે મોરબી જિલ્લા ભાજપ દ્વારા શહીદોને શ્રધાંજલિ આપવામાં આવી હતી આ તકે સરકાર દ્વારા પાકિસ્તાન ઉપર 200 ટકા ડ્યુટી લગાડવાના નિર્ણયને આવકારવામાં આવ્યો હતો.

- text

મોરબી જિલ્લા ભાજપ પરિવાર દ્વારા આજે મોરબીના સુપર માર્કેટ સામે જમ્મુ કાશ્મીરના આંતકી હુમલામાં શહીદ થયેલા વીર સૈનિકોને શ્રદ્ધાંજલી આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબી જીલ્લા ભાજપ, તાલુકા ભાજપ, શહેર ભાજપ, યુવા ભાજપ, મહિલા ભાજપ, સહિત ભાજપની તમામ પાંખના હોદેદારો, કાર્યકરો તથા ભાજપના દિગજ્જ નેતા તેમજ સીરામીક એસોના પ્રમુખ અને શિક્ષણ ક્ષેત્રના મહાનુભવો સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને ભારે હૈયે શહીદોને શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી. આ તકે આતંકવાદી પ્રવૃત્તિને વખોડી કાઢી હતી. તેમજ ભારત સરકાર દ્વારા પાકિસ્તાનની વસ્તુઓ ઉપર જે 200 ટકા ડ્યુટી લગાડવામાં આવી છે તેથી પાકિસ્તાનની વસ્તુઓ ભારતમાં આવી શકશે નહીં તેથી સરકારના આ નિર્ણયની સરાહના કરવામાં આવી હતી.

- text