મોરબીમાં પીધેલી હાલતમાં ૭ વાહનચાલકો સહિત ૧૩ ઝડપાયા

વાંકાનેરમા બે કારચાલક અને માળીયામાં એક ટ્રકચાલક દારૂ ઢીંચેલી હાલતમાં પકડાયો

મોરબી : મોરબીમાં પીધેલી હાલતમાં ૭ વાહનચાલકો સહિત ૧૩ શખ્સોને પોલીસે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સાથે વાંકાનેરમા બે કારચાલકો તેમજ માળીયામાં એક ટ્રકચાલકને પીધેલી હાલતમાં ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી કરાઈ હતી.

પ્રાપ્ત થતી માહિતી મુજબ મોરબી પોલીસે પીધેલી હાલતમા વાહન લઈને જતા ૭ શખ્સોને પકડ્યા હતા. જેમાં પરસોતમ ચોકથી કાનજી, ધનજીભાઈ મેર, ઉમિયા સર્કલ પાસેથી જયેશ કાંતિભાઈ સોલંકી, ચેતન કેશુભાઈ મકવાણા, ત્રાજપર ચોકડીથી સુરજ રાજાભાઈ કુસવાહ, ગેંડા સર્કલથી પાસર રમેશભાઈ દાદલ, અશ્વિન છોટાલાલ નિમાવત અને રફાળેશ્વરથી બિપિન ઘનશ્યામભાઈ રામાવતને પકડી પાડ્યા હતા.

આ સાથે મોરબી પોલીસે દારૂ પીધેલી હાલતમાં જુના બસ સ્ટેન્ડ પાસેથી દિનેશ કલુભાઈ પાસી, રવિ નાગજીભાઈ મૂછડીયા, રેલવે સ્ટેશન સામેથી અમીન ઇસ્માઇલભાઈ મોવર અને મુસ્તાક ફતેમામદભાઈ કટિયા, ત્રાજપર ચોકડીથી અંગદ બ્રિજાનંદ યાદવ અને ગેંડા સર્કલથી અહેમદ મુશાભાઈ મકરાણીને પકડ્યા હતા. જ્યારે વાંકાનેર પોલીસે પીધેલી હાલતમાં કાર ડ્રાઇવિંગ કરતા મનોજ ભનાભાઈ માલકિયા , કલ્પેશ હરજીભાઈ વરમોરાને ઝડપી પાડ્યા હતા. સાથે માળિયા પોલીસે પીધેલી હાલતમાં ધનારામ સુરારામ મેઘવાળ નામના ટ્રક ચાલકને પકડી પાડ્યો હતો.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en