મોરબીમા ઘીમી ગતિએ ચાલતા ઘડિયાલ ઉદ્યોગને ચૂંટણી ટાણે મળે છે વેગ

- text


ચૂંટણી વખતે રાજકીય પક્ષો દ્વારા પ્રચાર અર્થે બનાવવામાં આવતી ખાસ ઘડિયાલનો ઓર્ડર મોરબીને અપાઈ છે

લોકસભાની ચૂંટણી સંદર્ભે ભાજપ દ્વારા મળેલા પાંચ લાખ ઘડિયાલ બનાવવાના ઓર્ડરનું પ્રોડક્શન કાર્ય પુરજોશમાં, મોરબીમાં
બનેલી ‘નમો ક્વાર્ટઝ’ દેશના ખૂણે ખૂણે જઈને ભાજપનો પ્રચાર કરશે

મોરબી : મોરબીના સીરામીક ઉદ્યોગની સાથે ઘડિયાલ ઉદ્યોગ પણ પોતાનું આગવું સ્થાન ધરાવે છે. જો કે અદ્યતન ટેકનોલોજીના પછડાટના કારણે આ ઉદ્યોગ હાલ ધીમી ગતિએ ચાલી રહ્યો છે. પરંતુ રાજકીય પક્ષો દ્વારા આ ઘડિયાલ ઉદ્યોગને સમયાંતરે બુસ્ટડોઝ મળી રહે છે. ચૂંટણી વખતે પ્રચાર અર્થે રાજકીય પક્ષો મોરબીમા ખાસ ઘડિયાલ તૈયાર કરાવે છે. જેના કારણે મોરબીના ઘડિયાલ ઉદ્યોગને ચૂંટણી ખરા અર્થમાં ફળે છે. તાજેતરમાં જ મોરબીના ઘડિયાલ ઉદ્યોગને ભાજપ દ્વારા પ્રચાર અર્થે પાંચ લાખથી વધુ ઘડિયાલ બનાવવાનો ઓર્ડર આપવામાં આવ્યો છે.

મોરબીનો ઘડિયાલ ઉદ્યોગ ગુજરાતના સીમાડા વટાવીને દેશભરમાં ભારે ખ્યાતનામ છે. પરંતુ આ ઉદ્યોગ ટેકનોલોજી તેમજ અન્ય અનેક પ્રશ્નોની પછડાટ લાગતા હાલ મંદગતિએ ચાલી રહ્યો છે. પરંતુ આ ઉદ્યોગને દર વખતે ચૂંટણીમા રાજકીય પક્ષો દ્રારા બુસ્ટ ડોઝ મળી રહે છે. રાજકીય પક્ષો ચૂંટણી વખતે મતદારોને રીઝવવા તેમજ પોતાનો સંદેશ તેમના સુધી પહોંચાડવા માટે નતનીવિન સ્મૃતિચિન્હોનું નિર્માણ કરાવીને તેનું વિતરણ કરે છે. જેમાં વોલ કલોક હોટ ફેવરિટ રહી છે. રાજકીય પક્ષો પોતાના પક્ષના નિશાન વાળી કે પછી પક્ષના કોઈ નેતાના ફોટા વાળી તેમજ લખાણવાળી વોલ કલોક તૈયાર કરાવીને જે તે વિસ્તારમાં તેનું પ્રચાર અર્થે વિતરણ કરે છે.

સદનસીબે રાજકીય પક્ષો આ વોલકલોકના નિર્માણ માટે મોટાભાગે મોરબી શહેરને પસંદ કરે છે. સામે ધીમી ગતિએ ચાલતા મોરબીના ઘડિયાલ ઉદ્યોગને રાજકીય પક્ષોના આ ઓર્ડરથી બુસ્ટ ડોઝ મળી રહે છે. ભાજપ, કોંગ્રેસ, બસપા, એનસીપી સહિતના મુખ્ય પક્ષો પોતાના સિમ્બોલ વાળી ઘડીયાલ બનાવવા માટે મોરબીના ઘડિયાલ ઉદ્યોગને ઓર્ડર આપતા રહે છે.તાજેતરમાં જ ભાજપ દ્વારા મોરબીના ઘડિયાલ ઉદ્યોગને લોકસભાની ચૂંટણીમાં પ્રચાર અર્થે પાંચ લાખથી વધુ ઘડિયાલ બનાવવાનો ઓર્ડર આપવામાં આવ્યો છે. આ સાથે કોંગ્રેસ દ્વારા પણ આ જ પ્રકારે થોડા દિવસોમાં ઓર્ડર મળે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.

- text

લોકસભાની ચૂંટણીમાં પ્રચાર દરમિયાન ભાજપે પોતાની સિદ્ધિઓ તરફ જનતાનું ધ્યાન ખેંચવા માટે નમો ક્વાર્ટઝ ઘડિયાળનું વિતરણ કરવાનું આયોજન કર્યું છે. આ ઘડિયાળનું પ્રોડક્શન મોરબીમાં ચાલી રહ્યું છે. ઘડિયાળમાં નમો ક્વાર્ટઝના નામથી નરેન્દ્ર મોદીના ફોટો અને છેલ્લા ચાર વર્ષમાં અમલમાં મુકવામાં આવેલ ૧૨જેટલી યોજનાઓની માહિતી બતાવવામાં આવી છે. મોરબીમાં બની રહેલી આ ઘડિયાળને ભાજપ દ્વારા પ્રચાર અર્થે દેશના ખૂણે ખૂણે મોકલવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.

ભાજપ દ્વારા મોરબીના લાતી પ્લોટમાં આવેલા ઘડિયાલના એક કારખાનાને નમો ક્વાર્ટઝનો ઓર્ડર આપવામાં આવ્યો છે.નમો ક્વાર્ટઝના નામથી નરેન્દ્ર મોદીના ફોટો અને સરકારની જુદી જુદી ૧૨ જેટલી યોજનાઓની માહિતી આપતા મોડેલો તૈયાર કરવામાં આવી રહ્યા છે. આગામી દિવસોમાં દિલ્હીથી જે રીતે સૂચનાઓ મળતી રહે તે રીતે દેશના જુદાજુદા રાજ્યમાં મોરબીના લાતી પ્લોટમાં બનેલી નમો ક્વાર્ટઝનો જથ્થો મોકલાવવામાં આવશે. હાલમાં કેન્દ્ર સરકારની યોજનાઓને લોકો સુધી ઘડિયાળના માધ્યમથી પહોચાડવા માટે જુદા જુદા મોડલની કુલ મળીને પાંચ લાખથી વધુ ઘડિયાળ બનાવવા માટેનો ઓર્ડર કારખાનેદારને દેવામાં આવ્યો છે અને આગામી દિવસોમાં ઘડિયાળના પ્રોડક્શનમાં વધારો થાય તેવી પુરેપુરી શક્યતા છે.

મોરબીને મળેલા નમો ક્વાર્ટઝના ઓર્ડરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફોટો સાથે જુદી જુદી સરકારી યોજનાના લોગો મુકીને એક કે બે અહીં પરંતુ ૧૨ મોડલ દિલ્હીથી સિલેક્ટ કરવામાં આવ્યા છે. જો કે તે મોડલ પૈકીના એક મોડલમાં ભાજપના પાર્ટી ચિન્હ કમળમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, શ્યામા પ્રસાદ મુખરજી, માજી વડાપ્રધાન અટલ બિહારી બાજપાય, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ સહિતના ફોટો મુકવાનું નક્કી કરવામાં આવ્યું છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text