મોરબીના પાડાપુલ પર વિદેશી પંખીઓના મધુર કલરવથી રમણીય વાતાવરણ

- text


મોરબી : શિયાળાની ઋતુ શરૂ થતાની સાથે જ મોરબીમાં વિદેશી પંખીઓનું આગમન થયું હતું. ખાસ કરીને વિદેશી પંખીઓનો પાડાપૂલ પર જમાવડો જામ્યો છે.અને વિદેશી પંખીના મધુર ક્લબલથી પાડાપૂલ આસપાસનું વાતાવરણ રમણીય બની ગયું છે.

શિયાળુ ઋતુ શરૂ થતાની સાથે જ વિદેશમાં અનેકજાતના યાયાવર પંખીઓ પડાવ નાખતા હોય છે. ત્યારે દર વર્ષની માફક આ વર્ષે પણ મોરબી નિયત સમયે યાયાવર પક્ષીઓનું આગમન થયું હતું. અને મોરબીમાં વિદેશી પંખીઓનો મેળાવડો જામ્યો છે.ખાસ કરીને શહેરના પાડાપુલ પર મચ્છુ નદીનો રમણીય વિસ્તાર હોવાથી મોટી સંખ્યામાં વિદેશી પંખીઓ ત્યાંજ નિવાસસ્થાન બનાવી દીધું છે.વિદેશી પંખીઓ સવારે ભારે કલબલાટ કરીને પાડાપૂલ પુલ પર લટાર મારતા હોવાથી આ દ્રશ્ય મનમોહક બની જાય છે. વિદેશી પંખીઓ દરરોજ સવારે પાડાપૂલ પર લટાર મારીને જાણે પ્રકૃતિ સાથે લયબદ્ધ તાલ મિલાવીને મધુરગાન કરતા હોય તેમ કર્ણપિય કલબલાટ કરતા હોવાથી સવારે પાડાપુલનું વાતાવરણ આહલાદક બની જાય છે.જોકે સેવાભાવી લોકો પાડાપૂલ પર ગાંઠિયા સહિતની ખાદ્ય વસ્તુઓનું ચણ વિદેશી પંખીઓને નાખે છે.આ વિદેશી પંખીઓ પણ એકીસાથે ઝુંડમાં ગાંઠિયાઓ ચાંચમાં લઈને ઉડાઉડ કરતા હોય અનોખો નઝારો સર્જાય છે.ઘણીવાર પંખીઓ પાડાપુલ પર ઉડાઉડ કરતા હોય કે શિસ્તબદ્ધ રીતે બેઠેલા જોવા મળે છે.એકંદરે વિદેશીપંખીઓના મધુર કલરવથી પાડાપૂલ પર અદભુત નજારો સર્જાય છે.

- text

જોકે શાંત રીતે બેઠેલા પંખીઓની તસ્વીર કેમેરામાં ક્લિક થઈ ગઈ હતી.સામાન્ય રીતે માણસ સૌથી વધુ બુદ્ધિશાળી પ્રાણી ગણાય છે. પરંતુ એકબીજાથી ચડિયાતા સાબિત થવા માટે અહંકારનો ટકરાવ થતા માણસ આપસમાં લડતો ઝઘડતો રહે છે.ત્યારે શિસ્તબદ્ધ બેઠેલા આ પંખીઓ પાસેથી માણસે ઘણું શીખવા જેવું છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text