માળીયા (મી): વિદેશી દારૂ બિયરના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો

માળીયા(મી): માળીયા મિયાણા પોલીસે વિદેશી દારૂ અને બિયર સાથે એક ઈસમને ઝડપી પાડ્યો હતો.

માળીયા મિયાણાના પી.એસ.આઈ. જે.ડી.ઝાલાની સૂચનાથી કોન્સ. મહિપતસિંહ સોલંકી, જયદેવસિંહ, હરદીપસિંહ ઝાલા , રમેશભાઇ રાઠોડ, મહેશભાઈ સહિતના પોલીસ સ્ટાફે ખાનગી રાહે બાતમીના આધારે હરિપર ગામ નજીક આવેલ આકડીયા વાંઢમાં રહેતા હુસેન કાદર સામતાણી રહે.હરીપર ગામ, તા.માળીયા જી.મોરબીવાળાને બાવળની આડમાં રાખેલા વિદેશી દારૂની ૦૭ નંગ અને દારૂના નાના ચપલા મળી કુલ કીંમત ૩૭૦૦/- રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડી તેની ધરપકડ કરી હતી.આ જથ્થો કોની પાસેથી લાવવામાં આવ્યો, અગાઉ કેટલો જથ્થો સગેવગે કરવામાં આવ્યો વગેરે માહિતી માટે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en