મોરબીમાં પોલીસ પરિવારનો હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો

 

એ ડિવિઝન, તાલુકા પોલિસ મથક અને મહિલા પોલીસ મથકના 239 પોલીસ પરિવારના સભ્યોનું હેલ્થ ચેકઅપ કરાયું

મોરબી : મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશન ખાતે મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક ડો. કરનરાજ વાઘેલા તથા ના.પો.અધિ.બન્નો જોષીની સચુના અને માર્ગદશગન હઠેળ પોલીસ કમગચારી અને અધિકારી તથા પોલીસ પરિવારનાના સભ્યો માટે હેલ્થ ચેકઅપ માટેમેડીકલ કેમ્પનુું આયોજન કરવામાં આવ્યું હતું .

આ કેમ્પમાં ઇન્ડીયન મેડીકલ એસોસીએશન મોરબી બ્રાન્ચના સેક્રેટરી ડો. અમિત ધુલેની આગેવાનીમાં બાળકોના ડોકટર અલ્પેશ રાકજા, ડો. શરદ રૈયાણી તથા ચામડીના રોગના નીષ્ણાત ડો. જયેશ શનારીયા, ડો. ભાવેશ શેરસીયા તથા એમ.ડી. (ફીજી.) ડો. આદ્રોજા, ડાયાબીટીસના નીષ્ણાત ડો. અઘારા, એમ.એસ. સર્જન ડો. મયરુ જાદવાણી, દાંતના નીષ્ણાત ડો. મનોજ કૈલા, નાક કાન ગળાના નિષ્ણાંત ડો. અલ્પેશ ફેફર, આંખના ડો. ચિંતન મહશ્વેરી, સ્ત્રી રોગ.નીષ્ણાત ડો.હિરેન કરોલીયા, ડો. અલ્પેશ વાચ્છાણી, એમ.ડી. ( પેથો.) ડો. ધવલ લહેરુ તથા બી.એમ.ડી. હાડકાના નીષ્ણાત સહિતનાએ પોતાની ઉમદા સેવા આપી હતી અને આ કેમ્પને ખબુ જ સારો પ્રતિસાદ સાંપડ્યો હતો એ ડીવીજન પો.સ્ટે., મહિલા પો.સ્ટે., તાલકુા પો.સ્ટે., બી ડીવીજન પો.સ્ટે. તથા શાખા કચેરીઓના મળી
કુલ ૨૩૯ પોલીસ કર્મચારી અધિકારી તથા પરિવારના સભ્યોએ ભાગ લઇને હેલ્થ ચેકઅપ કરાવ્યું હતું.