મોરબી : દારૂના ગુન્હામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો

 

મોરબી : મોરબી એલસીબી, પેરોલ ફર્લો સ્ક્વોડ દ્વારા સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં એક વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો.

મોરબી શહેર – જિલ્લામાં નાસતા ફરતા
આરોપીઓ પકડવાની ડ્રાઇવ અનુસંધાને ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી.ના આર.ટી.વ્યાસની ટીમ દ્વારા બાતમીને આધારે મોરબી સીટી એ ડિવી.
પો.સ્ટે. પ્રોહી. ગુ.ર.નં. ૫૨૬૭/૨૦૧૮ પ્રોહી. કલમ ૬૫ઇ, ૮૧, મુજબના ગુનામાં એક વર્ષથી નાસતા – ફરતા આરોપી જયંતી મેરૂભાઇ સોલંકી દેવીપુજક, રહે. કોટડા નાયાણી, તા.વાંકાનેર, જી.મોરબી વાળાને ઝડપી લઈ સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનને સોપવામાં આવ્યો હતો.