મોરબી: દેરાસરમાં મહાવીર સ્વામી પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે

- text


મહાવીર સ્વામીના જિનાલય પ્રવેશ નિમિતે હાથીની અંબાડી પર ચાંદીના રથ-બગી સાથે શોભાયાત્રા નીકળશે

મોરબી: શ્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છ સંઘ , દરબારગઢ મોરબી દ્વારા વર્ધમાન નગર સોસાયટી દેરાસરમાં તીર્થંકર મહાવીર સ્વામી દાદાની પ્રાણપ્રતિષ્ઠાના ભવ્યાતિભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

મહાવીર સ્વામીના જિનાલય પ્રવેશ પ્રસંગે તા. ૯ ફેબ્રુઆરીના રોજ સવારે ૯ કલાકે દરબારગઢ દેરાસરેથી હાથીની અંબાડી પર, ચાંદીના રથ-બગી સાથે રથયાત્રા નીકળશે. આ પ્રસંગે આચાર્ય ભગવંત યશોવિજયજીની તથા સાધ્વીજી વિનયરત્નાશ્રીની નિશ્રામાં સમગ્ર જૈન તપગચ્છ સંઘ ભક્તિના રંગે રંગાશે મહાવીર સ્વામીના જીનાલયમાં પ્રવેશ લાભાર્થી સ્વ. શાંતિલાલ મગનલાલ કોઠારી અને જશવંતીબેન શાંતિલાલ કોઠારી અને કોઠારી પરિવાર તેમજ દેવાધિદેવના પ્રતિષ્ઠાના લાભાર્થી માનકુંવરબેન ખેતશીભાઈ પારેખ અને કિશોરભાઈ ખેતશીભાઈ પારેખ તેમજ પારેખ પરિવાર તરફથી બદરેશ્વર ૭૨ જિનાલય વાળા સંગીતકાર તા. ૯ ફેબ્રુઆરીને શનિવારે રાત્રે ૮:૩૦ કલાકે દશાશ્રીમાળીની વાડી ખાતે ભવ્ય ભાવના સાથે આયોજન કરાયું છે.સમગ્ર પ્રસંગનું આયોજન મોરબી જૈન તપગચ્છ સંઘ, દરબારગઢની દેખરેખ હેઠળ થઈ રહ્યું છે. જેમાં શ્રી ધર્મનાથ જૈન મિત્રમંડળના સભ્યો તથા કાર્યકરો, પ્રમુખ તેમજ ટ્રસ્ટીગણ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

 

- text