મોરબીમાં પીધેલી હાલતમાં ૯ તેમજ દેશી દારૂના જથ્થા સાથે ૫ ઝડપાયા

વાંકાનેર, માળિયા અને હળવદમાંથી બે- બે શખ્સો દારૂ ઢીંચેલી હાલતમાં પકડાયા

મોરબી : મોરબીમાં નવ શખ્સોને પીધેલી હાલતમાં તેમજ દેશી દારૂના જથ્થા સાથે પાંચ શખ્સોને પોલીસે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ સાથે વાંકાનેર, હળવદ અને માળિયામાંથી પોલીસે બે -બે શખ્સોને દારૂ ઢીંચેલી હાલતમાં પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

મોરબી પોલીસે નવ શખ્સોને દારૂ પીધેલી હાલતમાં ઝડપી પાડ્યા હતા. જેમાં નગર દરવાજા ચોકમાંથી દિનેશ શંકરભાઈ મીઠાપરા, ગ્રાન્ડ વૈભવ હોટલ સામેથી રમેશભાઈ નાનજી સોમાણી, અલારખા ઇબ્રાહિમભાઈ શામદાર, લાતી પ્લોટમાંથી મનોજ કુંવરજીભાઈ બાવરવા, રવાપર કેનાલ રોડ પરથી વિજય નિર્મલભાઈ બુઢા, સિલ્વર પાર્ક સોસાયટી પાસેના રોડ પરથી ભાવેશ શાંતિલાલ દેસાઈ, વિપુલ દલીચંદ વરમોરા, લાલપરથી રફીક બચુભાઈ જેડા, વિવેક ઉર્ફે ભોટિયો બળવંતભાઈ વાઘેલાને પીધેલી હાલતમાં ઝડપી પાડવામાં આવ્યા હતા.

આ સાથે દેશી દારૂના જથ્થા સાથે કરવામાં આવેલ કાર્યવાહીમાં મોરબી પોલીસે ત્રાજપરથી સોમીબેન ઘોઘાભાઈ વરાણીયા, સિદૂબેન મનુભાઈ વરાણીયા, લખધીરપુર રોડ પરથી અનિલ ખેંગારભાઈ સિંધવ, રંગપર ગામેથી ભાવુ સોમાભાઈ, શાપર આશિષ જયંતિ ડાવરને તેમજ માળિયા પોલીસે રમણિક ચતુર ખીમણિયા, હુસેન અભેરામભાઇ મોવરને પકડી પાડ્યા હતા.

આ ઉપરાંત માળિયા પોલીસે વાગડીયા ઝાપા પાસેથી દાઉદ આમદભાઈ ભટ્ટી, લક્ષ્મણ અવચરભાઈ વાઘેલા, હળવદ પોલીસે મુના રમેશભાઈ વાઘેલા અને સુરેશ રામજીભાઈ બજાણીયા અને વાંકાનેર પોલીસે ઈશ્વર ધરમશીભાઈ ખાંડેખા, વીપીન ઉર્ફે બિપિન ડાયા વસિયાણીને પીધેલી હાલતમાં પકડી પાડ્યા હતા.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en