ટંકારામાં જીસ્વાન કનેક્ટિવિટી ખોરવાતા સરકારી કચરીઓના કામો અટવાયા

- text


3-4 દિવસથી જીસવાન કનેક્ટિવિટી ખોરવાઈ જવાની સાથે આજે બી.એસ.એન.એલના પણ ધાંધિયા

ટંકારા : ટંકારા તાલુકામાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી જીસવાન કનેક્ટિવિટી ખોરવાઈ જતા સરકારી કચેરીઓમાં કામકાજ અટવાઈ ગયા છે. મહત્વના કામો અટવાઈ જતા અરજદારો હેરાન પરેશાન થઈ ગયા છે.તેમાંય અધૂરામાં પૂરું આજે બી.એસ.એન.એલના પણ ધાંધિયા થતા લોકોને ભારે મુશ્કેલી ભોગવવી પડી હતી.

ટંકારા તાલુકામાં છેલ્લા ત્રણ ચાર દિવસથી જીસવાન કનેક્ટિવિટી ઠપ્પ થઈ છે.ત્રણ ચાર દિવસથી જીસવાન કનેક્ટિવિટી ખોરવાઈ જવાથી તમામ સરકારી કચેરીઓમાં રૂટિન કામકાજ પર માઠી અસર સર્જાય છે. જેમાં મામલતદાર કચેરીએ છેલ્લા ત્રણ ચાર દિવસથી મહત્વના કામકાજ ખોરંભે ચડ્યા છે.આથી અરજદારોને મામલતદાર કચેરીએ કામ માટે ધરમ ધક્કા થઈ રહ્યા છે.આથી અરજદારોને ભારે મુશ્કેલીઓ પડી રહી છે.આ ઉપરાંત કોર્ટ તાલુકા પંચાયત સહિતની કચેરીઓમાં પણ કામો અટવાતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે.આ પરિસ્થિતિ વચ્ચે આજે સવારથી બી.એસ.એન.એલની લેન્ડ લાઇન સુવિધા ખોરવાઈ ગઈ હતી.જોકે સાંજ સુધી આ સેવા પૂર્વવત થઈ જવાનું જણાવ્યુ હતુ.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text