મોરબીમાં બી.એસ.એન.એલના ડબલા બન્યા મુંગામંતર

પાંચ કલાક સુધી ફોન બંધ રહેતા સરકારી કચેરીમાં કામો ખોરવાયા

મોરબી : મોરબીમાં આજે બપોરે પછી અચાનક બી.એસ.એન.એલના ડબલા મુંગામંતર બની જતા દેકારો બોલી ગયો હતો.સરકાર કચેરીઓ સહિતના સ્થળોમાં ફોન આશરે પાંચ કલાક જેવો સમય બધ રહેતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

મોરબીમાં આજે ફરી બી.એસ.એન.એલના ફોનએ ધાધિયા કર્યા હતા. આજે બપોરે પછી બી.એસ.એન.એલના ફોન અચાનક બંધ થઈ ગયા હતા.મોરબીની તમામ સરકારી કચેરીઓ અને બી.એસ એન.એલના તમામ ગ્રાહકોના આજે બપોરે બાદ ફોન મુંગામંતર બની જતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી.આશરે પાંચ કલાક જેવો સમય સુધી બી.એસ.એન.એલની લેન્ડલાઈન સુવિધા ખોરવાઈ રહી હતી.આથી લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.અત્રે ઉલ્લેખનીય છે કે, મોરબીમાં બી.એસ.એન
એલની લેન્ડલાઈન સુવિધમાં વારંવાર ધાધિયા સર્જાય છે અને ખાસ્સો સમય સુધી ફોન બધ રહેતા હોવાથી ગ્રાહકોને ભારે મુશ્કેલી પડે છે.આજના ડિજિટલ યુગમાં પણ બી એસ.એન.એલની.જૂની પુરાણી વોહી રફતાર યથાવત રહેતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.