હળવદના બે કારખાનામાંથી રૂ.૧.૭૯ કરોડની વીજચોરી ઝડપાઇ

- text


ડાયરેક્ટ ટી.સી.માંથી ગેરકાયદે વીજજોડાણ લઈને પાવરચોરી કરાતી હોવાનું ખુલતા વીજતંત્રએ કડક કાર્યવાહી કરી

હળવદ : હળવદમાં વ્યાપક પ્રમાણમાં વીજચોરી થતી હોવાની ફરીયાદના આધારે વીજ ચેકિંગ ટુકડીઓ ત્રાટકી હતી.હળવદ માળીયા રોડ પરના બે કારખાનાની સધન તપાસ કરાતા આ બન્ને કારખાનાઓ દ્રારા ડાયરેકટ ટી.સી.માંથી ગેરકાયદે વિજજોડાણ કરીને પાવરચોરી કરાતી હોવાનું ખુલતા વિજતંત્રે આ અંગે કડક કાર્યવાહી કરીને બન્ને કારખાનાઓને રૂ.1.79 કરોડનો દંડ ફટકાર્યો હતો.

હળવદ પંથકમાં ઔધોગિક વિસ્તારમાં બેફામ વીજચોરી કારતી હોવાની ફરિયાદના આધારે હળવદના પી.જી.વી.એલ.કાર્યપાલક એ.આર કોરડીયાના માર્ગદર્શન હેઠળ ચેકિંગ સ્ક્વોડના નાયબ ઈજનેર સી.પી.ખાટ, સહિતના પી.જી.વી.સી.એલના અધિકારીઓની ટુકડી ચેકિંગ અર્થે ત્રાટકી હતી અને હળવદ માળીયા રોડ ઉપર આવેલ વિશ્વાસ મિનરલ અને શિવ મિનરલ એમ બે કારખાનામાં વીજચોરી અંગે કડકપણે ચેકિંગ કરવામાં આવ્યું હતું.જેમાં આ બન્ને કારખાનાઓ દ્વારા ડાયરેક ટ્રાન્સફોર્મરમાંથી 100 કેવીનું જોડાણ લઈને વ્યાપકપણે વીજચોરી કરતી હોવાનું ખુલ્યું હતું.આથી પી.જી.વી.સી.એલ.ની.ટીમોએ આ વીજચોરી બદલ વિશ્વાસ મીનરલને રૂ. 88.26 લાખ અને શિવ મીનરલને રૂ.91.09 લાખનો દંડ ફટકાર્યો હતો.

- text

આ રીતે આ બન્ને ફેકટરીમાંથી રૂ.1.79 કરોડની વીજચોરી પકડાતા વિજચોરોમાં ફફળાટ મચી ગયો છે.આ અને વધુ વિગતો આપતા પી.જી.વી.સી.એલના મોરબીના અધિક્ષક ઈજનેર ભલાણીએ જણાવ્યું હતું કે જાન્યુઆરી માસમાં 6 કરોડની વીજચોરી ઝડપાઇ હતી અને આગામી સમયમાં વિજચોરીને કડક હાથે ડામી દેવા વીજ ચેકિંગ ટુકડીઓ દ્વારા સઘનપણે વીજ ચેકિંગની કાર્યવાહી કરાશે.

 

- text