મોરબીમાં પીધેલી હાલતમા ફરતા ૭ ઝડપાયા

- text


મોરબી : મોરબીમાં પીધેલી હાલતમાં ફરતા ૭ શખ્સો ઝડપાયા છે. દારૂ ઢીંચીને જાહેર જગ્યાએ લટાર મારતા આ શખ્સોની ધરપકડ કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

મોરબી પોલીસે ગઈકાલે પીધેલી હાલતમાં ફરતા ૭ શખ્સોની અટકાયત કરી હતી. શનાળા રોડ પરથી હુસેન જુસબભાઈ માલાણી, જોગણીનગરમાંથી નારસિંહ જાલાજી ગણાવા, શનાળા રોડ પરથી પ્રશાંત ઉર્ફે લાલો પરમાર, વિશિપરામાંથી રફીક અલારખાભાઈ અને માળિયા ફાટક પાસેથી શૈલેષ કેશુભાઈ દેલવાણીયાને પોલીસે પીધેલી હાલતમાં ઝડપી પાડ્યા હતા.

- text

આ સાથે ધનીબેન ઉર્ફે પોચી રમેશભાઈ ડેડવાણીયા, મહેશ ધનજીભાઈ મકવાણા અને ભૂરા નરશીભાઈ માથાસુળીયા પાસેથી દેશી દારૂનો જથ્થો મળી આવતા તેની સામે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

 

 

- text