મોરબીના નહેરૂ ગેઇટ ચોકમાં મહિલા શૌચાલય બનાવવાની માંગ

- text


સામાજીક કાર્યકરોની ચીફ ઓફિસરને રજુઆત

મોરબી : મોરબીના નહેરુગેટ ચોકમાં લાંબા સમયથી મહિલાઓનું શૌચાલય ન હોવાથી બજારમાં દરરોજ આવતી હજારો મહિલાઓ મુશ્કેલી મુકાઈ જાય છે.આથી સામાજિક કાર્યકરોએ નહેરુગેટ ચોકમાં મહિલાઓ માટે શૌચાલય બનાવવાની ચીફ ઓફિસરને રજુઆત કરી છે.

મોરબીના સામાજિક કાર્યકરો રાજુભાઇ દવે અને જીજ્ઞેશભાઈ પંડયાએ ચીફ ઓફિસર અને પાલિકા પ્રમુખને રજુઆત કરી હતી કે,મોરબીનો નહેરુગેટ ચોક શહેરનું હદયસ્થાન છે.નહેરુ ગેઇટ ચોક આસપાસ બજારો આવેલી હોવાથી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાંથી હજારો લોકો દરરોજ કોઈને કોઈ કામસર નહેરુગેટ ચોકે આવતા હોય છે.જોકે નહેરુગેટ ચોકમાં પુરુષો માટે જાહેર યુરિનલ છે.પરંતુ દુઃખની વાત એ છે કે, મહિલાઓ માટે આવી જાહેર જગ્યાએ યુરિનલ કે જાહેર શૌચાલય નથી .જોકે નહેરુગેટ આસપાસ સોની બજાર અને શાકમાર્કેટ, કાપડ બજાર હોવાથી દરરોજ ખરીદી માટે મોટા પ્રમાણમાં મહિલાઓ આવતી હોય છે પરંતુ આવી જાહેર જગ્યાએ મહિલાઓ માટે યુરિનલ કે શૌચાલય ન હોવાથી મહિલાઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

- text

વધુમાં તેઓને જણાવ્યું હતું કે સરકાર મહાત્મા ગાંધીજીના સ્વચ્છતા અભિયાનને સાકાર કરવાની મથામણ કરી રહી છે.પરંતુ તંત્રની લાપરવાહીના કારણે આ સ્વચ્છતા અભિયાન પોકળ સાબિત થઈ રહ્યું છે અને શહેરમાં આવેલ પુરુષોના યુરિનલ નિયમિત સફાઈના અભાવે દુગંધ ઓકી રહ્યા છે.તેમાંય શહેરના હાર્દ સમાં નહેરુગેટ ચોકમાં મહિલા શૌચાલય કે યુરિનલની સુવિધા ન હોવી તે ખુદ તંત્ર માટે શરમજનક બાબત છે.આથી આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવાની તેમણે માંગ ઉઠાવી છે.

- text