વાંકાનેર પાલિકાની વોર્ડ નંબર ૬ની પેટા ચૂંટણીમાં ભાજપનો વિજય

- text


વાંકાનેર : વાંકાનેર નગરપાલિકા ના વોર્ડ નંબર ૬ ની પેટા ચૂંટણી યોજાઇ હતી આ વોર્ડમાં કુલ ૩૪૧૧ મતદારો નોંધાયેલા છે જેમાંથી આ પેટા ચૂંટણીમાં કુલ ૧૯૪૩ મતદારોએ પોતાના વિસ્તારના ઉમેદવારને પસંદ કરવા માટે તેમને મળેલ અધિકાર મતનો ઉપયોગ કરીને પોતાની ઇચ્છા અનુસારનો પ્રતીનિધિ ચૂંટવા માટે મતદાન કર્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે વાંકાનેર નગરપાલિકાના વોર્ડ નંબર ૬ માંથી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ઉષાબેન સોમાણી પ્રતિનિધિત્વ કરતા હતા પરંતુ તેઓનું અવસાન થતાં આ વોર્ડમાં સ્ત્રી સીટ ખાલી પડી હતી અને તેમની ચૂંટણી થતાં આ વોર્ડ માંથી ભાજપ અને એનસીપી ના ઉમેદવારો સામ સામે ચૂંટણી લડી રહ્યા હતાં. જ્યારે આ વોર્ડમાં કોંગ્રેસે કે બસપાએ પોતાનો ઉમેદવાર ઉભા રાખ્યા ન હતા.

જેની મતગણતરી આજે સવારે ૯ કલાકે પ્રાંત ઓફિસ વાંકાનેર ખાતે કરવામાં આવી હતી જેમાં પ્રાંત અધિકારી એન. એફ. વસાવા તાલુકા વિકાસ અધિકારી વી.કે. ગઢવીની હાજરીમાં થયેલ.

ભાજપના ઉમેદવાર અનસોયાબા ઈન્દુભા જાડેજાને કુલ ૧૩૫૯ મત મળેલ છે અને એનસીપીના ઉમેદવાર રાજેશ્રીબેન દેવશીભાઇ ને ૫૬૭ મત મળેલ છે તેમજ નોટામાં કુલ ૧૭ મત પડેલ છે આ પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારે ૭૯૨ મતોથી જીત હાંસલ કરેલ છે.

- text

- text