મોરબીમાં વિધવા મહિલા પાસે ખંડણી માંગનાર વાંકાનેરનો શખ્સ ઝડપાયો

- text


આરોપીએ પોતાના ફુવા પાસેથી વિધવા મહિલાના ફોન નંબર સહિતની વિગતો મેળવી ઘર બનાવવા માટે રૂ.25 લાખની ખડણી માગ્યાની કબુલાત

મોરબી : શહેરના સામાકાંઠે રહેતી વિધવા મહિલાને અજાણ્યા શખ્સે ફોન પર તેના પુત્રને જાનથી મારી નાખવાની ધમકી આપી તેના બદલામાં રૂ.25 લાખની ખંડણી માગ્યાના બનાવમાં બી ડિવિઝન પોલીસે કોલ ડિટેઇલના વાંકાનેરના શખ્સને ઝડપી લીધો હતો.આ શખ્સે પોતાના ફુવા જે મહિલાના ઘરની સામે રહેતા હોય તેની પાસેથી સમગ્ર માહિતી મેળવીને પોતાને ઘર બનાવવા માટે રૂ.25 લાખની ખંડણી માગ્યાની પોલીસ સમક્ષ કબુલાત આપી હતી

- text

આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસ મથકમાંથી મળતી વિગતો મુજબ મોરબીના સામાકાંઠે ગેડા સર્કલ પાસેના ફોલારા હાઉસ નજીક આવેલા રોયલ પાર્કમાં રહેતી મનીષાબેન માવજીભાઈ બોરીચા ઉ.વ.34 નામના મહિલા ગત તા.23 જાન્યુઆરીએ તેમના ઘરે હતા .તે સમયે અજાણ્યા શખ્સે આ વિધવા મહિલાને ફોન કરીને ખંડણી માંગી હતી..આ અજાણ્યા શખ્સે તેમની પાસે ફોન પર ર.25 લાખની ખંડણી માંગી હતી અને બે દિવસમાં આ ખંડણીની રકમ નહિ આપે તો તેમના પુત્ર બદલને અપહરણ કરી જઈને જાનથી મારી નાખશે તેવી ધમકી આપી હતી.આ બનાવ સંદર્ભે આ વિધવા મહિલાએ અજાણ્યા શખ્સ સામે રૂ 25 લાખની ખંડણી માગ્યાની બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.આ બનાવને પગલે બી ડિવજન પી.એસ.આઇ. સોઢાએ કોલ ડિટેઇલ આ આધારે તપાસ શરૂ કરી હતી અને કોલ ડિટેઇલમાં આરોપીની ઓળખ મળી જતા ગણતરીની કલાકોમાં બી ડિવિઝન પોલીસે વાંકાનેરના આંબેડકર નગરમાં રહેતા ગિરીશ ખોડાભાઈ ઝાલાને ઝડપી લીધો હતો .પોલીસની પૂછપરછમાં આરોપીએ એવી કબુલાત આપી હતી કે તેને મકાન બનાવવા માટે પૈસાની જરૂર હોવાની તેણે શોર્ટકટ અપનાવ્યો હતો અને મોકાની તલાશમાં રહેતા આ આરોપીને પોતાના ફુવા પાસેથી વિધવા મહિલાના માહિતી મળી હતી.આરોપીના ફુવા માતાજીના ભુવા છે.તે જુના નાગડાવસ ગામે આવેલા વિધવા મહિલાના ઘરની સામે રહે છે અને તેમની પાસે વિધવા મહિલાના ફોન નંબર તથા તેના પુત્રની માહિતી હોય આ માહિતી મેળવીને ખંડણીનો પ્લાન રચ્યો હતો.પરંતુ આ બનાવની ફરિયાદ નોંધાતા હવે તે પોલીસના હાથે ઝડપાઇ જતા તેનો પ્લાન ચોપટ થઈ ગયો છે.આ બનાવ અંગે આરોપી પાસેથી વધુ વિગતો મેળવવા પોલીસે ત્રણ દિવસના રીમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કર્યો હતો.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text