ટંકારા સાધુ સમાજ દ્વારા રામાનંદાચાર્યની જન્મજયંતીની ઉજવણી

- text


પૂજા, પ્રવચન અને વિદ્યાર્થીઓના સન્માન બાદ સમૂહપ્રસાદ

ટંકારા: જગદગુરુ અને સાધુ સમાજના ગુરુ રામાનંદાચાર્યની 719મી જન્મજયંતિ નિમિત્તે આજ રોજ ગામના સાધુ સમાજ દ્વારા ટંકારાના હાઇવે નજીકના ખાખી હનુમાનજીની જગ્યાએ ધાર્મિક હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી, જેમાં તાલુકાના તમામ રામાનંદી સાધુ પરિવાર સાગમટે ઉપસ્થિત રહ્યા હતા અને ગુરુમહારાજની પૂજા, અર્ચના તેમજ સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને શિલ્ડ આપી પ્રોત્સાહન આપ્યું હતું.

સમાજના ખજાનચી અશ્વિનદાદાએ સમાજના ટ્રસ્ટીઓ અને સમાજની હાજરીમાં વાર્ષિક ખર્ચનું સરવૈયું રજૂ કર્યું હતું. આ ઉજવણીમાં મીતાણાના બાળ કવિ તુલસીએ ગુરુમહારાજના જીવનચરિત્રની મૌખિક ઝાખી કરાવી હતી, આ ઉપરાંત સાધુ સમાજ દ્વારા રામધૂન અને હનુમાન ચાલીસા બાદ રામાયણી રસિકભાઈ રામાનુજે સાચા સાધુના લક્ષણો તથા ગુરુદેવના જ્ઞાનની સમજણ આપી હતી.

- text

સમાજના ભૂતપૂર્વ મંત્રી જગદીશભાઈ કુબાવતે સાધુ સમાજના જમીન પ્રકરણ અંગે જણાવ્યું હતું કે રામજીની કૃપા હશે તો આવતી જન્મજયંતિ સમાજની જગ્યા પર ઉજવવામાં આવશે અને એ માટે આર્થિક અનુદાનની પણ અપીલ કરી હતી. ઉજવણીના અંતે સાધુ સમાજે સમૂહપ્રસાદ લીધો હતો. આ સમૂહપ્રસાદનું આયોજન સ્વ. મુળદાસજી પોપટદાસજીના પુત્ર બળદેવદાસે કર્યું હતું જેનું શાલ સન્માન વર્તમાન પ્રમુખ દ્વારા કરવામાં આવ્યું હતું.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text