મોરબી જિલ્લામાં આન, બાન અને શાન સાથે ઉજવાશે પ્રજાસત્તાક પર્વ

- text


મોરબીના એલ.ઇ.કિક્રેટ ગ્રાઉન્ડમાં જિલ્લાકક્ષાનું પ્રજાસત્તાક પર્વ ઉજવાશે : ચારેય તાલુકામાં તાલુકાકક્ષાની પ્રજાસત્તાક પર્વની ઉજવણી થશે : ઠેરઠેર ધ્વજવંદન કરીને ત્રિરંગાને ગરિમાપૂર્વક સલામી અપાશે

ટિમ મોરબી અપડેટ : મોરબી જિલ્લામાં પ્રજાસત્તાક પર્વની ઉજવણીને લઈને અનેરો દેશભકિતનો માહોલ છવાયો છે.જેમાં મોરબીના એલ.ઇ.કિક્રેટ ગ્રાઉન્ડ ખાતે જિલ્લાકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાશે. તેમજ ચારેય તાલુકાઓમાં તાલુકા કક્ષાના પ્રજાસત્તાક પર્વ મનાવશે.ઉપરાંત તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, તમામ સરકારી અર્ધ સરકારી કચેરીઓ. શાળા કોલેજો અને સંસ્થાઓમાં 26મી જાન્યુઆરીએ ધ્વજવંદન કરી તિરંગાને સલામી અપાશે.

- text

મોરબી જિલ્લામાં આ વખતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મોરબીના સામાકાંઠે આવેલા એલ.ઇ.કિક્રેટ ગ્રાઉન્ડમાં આગામી 26મી જાન્યુઆરી પ્રજાસતાક પર્વની જિલ્લાકક્ષાની ઉજવણીનું આયોજમ કરવામાં આવ્યું છે.આ જિલ્લાકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણીની તૈયારીઓનો ધમધમાટનો આખરી ઓપ આપવામાં આવ્યો છે.અને જિલ્લા કલેકટર મકડીયાના હસ્તે ધ્વજવંદન કરાશે. તમામ અધિકારીઓ હાજર રહીને ત્રિરંગાને સલામી આપશે તેમજ પોલીસ અને હોમગાર્ડ સહિતના જવાનોની શિસ્તબદ્ધ પરેડ યોજાશે.જ્યારે મોરબી નગર પાલિકામાં પ્રમુખ કેતન વિલપરાના હસ્તે ધ્વજવંદન કરાશેજિલ્લાના બાકીના ચારેય તાલુકા ટંકારા, હળવદ, માળીયા,વાંકાનેરમાં તાલુકાકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવશે . જ્યારે મોરબીના હેડક્વાર્ટર ગણાતા શહેરના પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં ગરિમાંપૂર્વક ધ્વજવંદન કરાશે. અને પોલીસ સહિતના જવાનો શિસ્તબદ્ધ પરેડ કરીને તિરંગાને સલામી આપશે.ત્યારબાદ વિવિધ શાળાઓના બાળકો દેશભકિતને તાદ્રશ્ય કરતા અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરશે.આ ઉપરાંત જિલ્લાની તમામ ગ્રામ પંચાયતો, તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયત, નગરપાલિકાઓ, તમામ સરકારી, અર્ધ સરકારી કચેરીઓ, વિવિધ એમ.જી.ઓ. ઉદ્યોગો અને તમામ શાળા કોલેજો સહિતના સ્થળે 26મી જાન્યુઆરીએ ધ્વજવંદન કરશે.જ્યારે શાળાઓ અને કોલેજોમાં ધ્વજવંદન થયા બાદ સ્વતંત્રતા સેનાનીઓની શોર્યવિરતાને સાંસ્કૃતિક કાર્યક્રમો રૂપે રજૂ કરશે.એકંદરે મોરબી જિલ્લામાં 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની ઉજવણીને લઈને દેશભકિતનો જુવાળ ઉભો થયો છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text