વાંકાનેર વહોરા સમાજ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન

- text


લુકમાની યંગ ગ્રુપ આયોજીત ટુર્નામેન્ટ વાઘસિયા ગામે યોજાશે

વાંકાનેર : વાંકાનેર વ્હોરા સમાજના લુકમાની યંગ ગ્રુપ દ્વારા એક ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જે આજે તા. 19/01/18 થી 20/01/18 એમ બે દિવસ ચાલશે.

આજથી શરૂ થયેલી વ્હોરા સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટમાં સૌરાષ્ટ્રભરની ટીમો ભાગ લઈ રહી છે. જેમાં દાહોદ, વાંકાનેર, મોરબી, રાજકોટ, ભાવનગર અને જંખંભાળિયા સહિત કુલ છ ટિમો વચ્ચે ક્રિકેટ યુદ્ધ યોજાશે. આજે સવારે 8:00 થી સાંજ ના 6:00 સુધી યોજાનારા મેચ બાદ કાલે રવિવારે સેમિફાઇનલ અને ફાઇનલ મેચો યોજાશે.

વાંકાનેર વ્હોરા સમાજના લુકમાની યંગ ગ્રુપ દ્વારા ક્રિકેટ મેચનું સુંદર આયોજન કરાયું છે. જેમાં મેચ જોવા આવનાર તમામ લોકો માટે ચા,નાસ્તાની વ્યવસ્થા રાખેલ છે તેમજ મેચ જોવા આવનાર તમામ લોકો માટે બેસવા ખુરસી રાખેલ છે.
આ આયોજન માં વઘાસીયા ગામના લોકો દ્વારા પણ તમામ સહકાર આપવામાં આવ્યો છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

- text

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text