હળવદ : 3 ગૌવંશ પર તિક્ષીણ હથિયારોથી હુમલો

- text


હળવદ પંથકમાં છેલ્લા થોડા સમયમાં બીજી વખત ગોવંશ પર હુમલો કરાતા જીવદયાપ્રેમીઓમાં ભારે રોષ

હળવદ : હળવદ તાલુકાના ઘનશ્યામપુર ગામે થોડા દિવસો પહેલા ગૌવંશ પર એસિડ એટેક થયા બાદ ફરી આજે અસામાજિક તત્વોએ બહેરહેમી પૂરક 3 ગૌવંશ પર ઘાતક હથિયારોથી હુંમલો કરતા જીવદયાપ્રેમીઓમાં ઉગ્ર રોષ ભભૂકી ઉઠ્યો છે અને જવાબદારી સામે પોલીસ કડક કાર્યવાહી કરે તેવી માંગ ઉઠાવી છે.

હળવદ તાલુકાના ઘનશ્યામપુર ગામે થોડા દિવસો પહેલા નિર્દોષ ગૌવંશ પર એસિડ એટેક કરવામાં આવ્યો હતો.હજુ જીવદયા પ્રેમકોમાં આ બનાવની કળ વળી નથી.ત્યાંજ વધો એક ગૌવંશ પર ઘાતકી હુમલો થયાનું બહાર આવતા જીવદયા પ્રેમીઓમાં ભારે રોષ વ્યાપી ગયો છે.આ હીંચકરા બનાવની સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર હળવદ તાલુકાના બુટવડા અને મંગલપુર ગામ વચ્ચે અજાણ્યા નરાધમોએ 3 ગૌવંશ પર ધારીયા કુહાડી જેવા ઘાતક હથિયારોથી બહેરહેમી પૂર્વક હીંચકારો હુમલો કર્યો હતો.આ બનાવથી જીવદયાપ્રેમીઓમાં ભારે આક્રોશ ફેલાયો છે. જીવદયાપ્રેમીઓએ પોલીસ સમક્ષ માગણી કરી છે કે ગૌવંશ પર હુમલો કરનાર અસામાજિક તત્વોને તાકીદે ઝડપીને કડક કાર્યવાહી કરે જેથી ભવિષ્યમાં આવી અમાનવીય ઘટના બનતી અટકી શકે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

- text

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text