મોરબી પાલિકાના પાંચ સભ્યોને પક્ષાતર ધારા હેઠળ ગાંધીનગર હાજર થવાનું ફરમાન

- text


અગાઉ સાત કોંગ્રેસી સભ્યોને સભ્યોને સસ્પેન્ડ કરાયા બાદ બાકીના પાંચ સભ્યો સામે પક્ષાતર ધારા હેઠળ કાર્યવાહી કરવાની ફરિયાદના આધારે નામોદીષ્ટ અધિકારીએ સમન્સ પાઠવ્યું

મોરબી: મોરબી પાલિકામાં અગાઉ કોગેસના બાર સભ્યોએ બળવો કર્યા બાદ સાત સભ્યોને સસ્પેન્ડ કરી દેવાયા હતા.ત્યારે હવે બાકીના પાંચ સભ્યો સામે પક્ષાતર ધારા હેઠળ કાર્યવાહી કરવા ભાજપના કાઉન્સિલરે ફરિયાદ કરતા નામોદીષ્ટ અધિકારીએ આ પાંચેય સભ્યોને 24મીએ ગાંધીનગર હાજર રહેવાનું સમન્સ પાઠવ્યું છે.

મોરબી નગરપાલિકામાં ચૂંટણી થયાના ત્રણ વર્ષના સમયગાળામાં અનેક ઉતાર ચઢાવ આવ્યા છે.કોગેસની બહુમતી હોવા છતાં પણ આંતરિક વિખવાદને કારણે 12 સભ્યો બળવો કરતા આગાઉ કોંગ્રેસને પાલિકામાં સતા ગુમાવવી પડી હતી.જોકે હાલ પાલિકામાં કોંગ્રેસ સતાસ્થાને છે. જોકે થોડા સમય અગાઉ કોંગ્રેસના સાત સભ્યોને પક્ષાતર ધારા હેઠળ ગેરલાયક ઠેરવાયા હતા.બાદમાં સાતેય સસ્પેન્ડ થયેલા સભ્યોની ખાલી જગ્યા પર પેટા ચૂંટણી કરવામાં આવી હતી.ત્યારે ગત.તા.10ના રોજ ભાજપના કાઉન્સિલર પ્રભુભાઈ ભુતે નામોદીષ્ટ અધિકારીને ફરિયાદ કરી હતી કે પાલિકા બળવો કરનાર કોગેસના 12 સભ્યો હતા. તેમાંથી સાત સભ્યોને જ સસ્પેન્ડ કરાય છે.કાયદાકીય જોગવાઈ મુજબ નિયમો બધાને સરખા જ લાગુ પડે . તેથી બાકીના પાંચેય સભ્યો સામે પક્ષાતર ધારા હેઠળ કાર્યવાહી કરવી જોઈએ તેવી તેમણે ફરિયાદ કરી હતી, આ ફરિયાદના પગલે નામોદીષ્ટ અધિકારીએ કોંગ્રેસના પાંચ સભ્યો ગૌરીબેન દસાડિયા, ભાવિન ઘેલાણી, અરુણાબા જાડેજા, અરજણ કણજારીયા, જયશ્રીબેન પરમારને પક્ષાતર ધારા હેઠળની સુનાવણીમાં આગામી તા.24ના રોજ ગાંધીનગર હાજર રહેવાનું સમન્સ પાઠવતા પાલિકાનું રાજકારણ ગરમાયુ છે

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text