વાંકાનેરમાં નેશનલ હાઈવે પર નાના ધંધાર્થીઓના દબાણો દુર કરાયા

- text


હોટલો અને પેટ્રોલ પંપ દ્વારા ગેરકાયદેસર રીતે નેશનલ હાઈવેમાં માનવ જીંદગીને ખતરારૂપ છીંડા પાડેલ તેના પર આંખમિચોણા

વાંકાનેર : વાંકાનેર શહેરના હાઇવે માર્ગો પર રેકડી ગલા દૂર કરી દબાણો હટાવવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે જે અંગેની પ્રાપ્ત વિગત મુજબ વાંકાનેર ખાતે નેશનલ હાઇવે ઓથોરિટીની ટીમ દ્વારા વાંકાનેર થી મોરબી તરફનો હાઇવે અને વાંકાનેર થી ચોટીલા તરફનો હાઇવે પર જે દબાણો ઘણાં સમયથી લારી-ગલ્લા દ્વારા દબાણો કરવામાં આવ્યું હોય જે દબાણો નેશનલ હાઇવે ઓથોરિટી ના ફરજનિષ્ઠ દિલીપભાઈ મેવાડા મેનેજર તેમજ રેનીશ ભાઈ જાફરાણી ઇન્ચાર્જ જયદીપભાઇ પટેલ પેટ્રોલિંગ ઓફિસર સહિતના કર્મચારીઓએ વાંકાનેરના નેશનલ હાઈવે પર થતાં દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવેલ જેમાં વાંકાનેર ખાતે હાઈવે ચોકડી તેમજ બ્રિજ પાસેના દબાણો દૂર કરવામાં આવ્યા હતા જે અંગેની કામગીરી કરતા નાના વેપારીઓમાં ભારે ખળભળાટ મચી ગયો હતો અને આ વેપારીઓએ નેશનલ હાઇવે ઓથોરિટી ના અધિકારીઓ સમક્ષ બળાપો કાઢ્યો હતો કે નેશનલ હાઈવે પર આવેલ મોટી હોટલો અને પેટ્રોલ પંપના માલિકો તેમજ અન્ય લોકો દ્વારા નેશનલ હાઈવેમાં જ્યાં ત્યાં ડિવાઈડર તોડી પાડેલ છે અને આ તોડી પડાયેલા રસ્તાઓ માનવ જીંદગીને ખતરારૂપ હોય તેમ છતાં ત્યાં કેમ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી?

અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે વાંકાનેર નેશનલ હાઈવે પર અનેક વેપારીઓ દ્વારા નેશનલ હાઈવેની લોખંડની ગ્રીલ તોડી પાડી અને બારોબાર વેચી આપેલ છે તેના પર પણ આજ સુધી ક્યારેય કોઈ કાર્યવાહી નથી થઈ અને આ સેફ્ટી માટેની લોખંડની ગ્રીલ તૂટતાં હાઈવે માનવ જીંદગીને ખતરારૂપ છે.

- text

- text