મોરબીના ઉમિયા સર્કલ પાસે લગ્નગાળાના કારણે ટ્રાફિકજામ

- text


મોરબી : મોરબીના ઉમિયા સર્કલ પાસે આજે બપોરના સમયે ભારે ટ્રાફિક સર્જાયો હતો. ટ્રાફિકજામના કારણે કલાકો સુધી વાહનોની કતારો જોવા મળી હતી. જોકે આ વિસ્તારમાં લગ્નગાળાની સીઝનના કારણે છેલ્લા ઘણા દિવસોથી ભારે ટ્રાફિક રહેતો હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના ઉમિયા સર્કલ ખાતે આજે બપોરના સમયે ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો. કલાકો સુધી રોડ ચક્કાજામ રહેતા વાહનચાલકો અકળાઇ ઉઠ્યા હતા. ઉલ્લેખનીય છે કે હાલ લગ્નની સિઝન હોય, છેલ્લા ઘણા દિવસોથી આ સર્કલે ટ્રાફિકજામ જોવા મળી રહ્યો છે. જેથી વાહનચાલકોની અહીં અવારનવાર કતારો લાગે છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text

 

- text