કુદરતની કરામત : આબેહૂબ કબૂતર જેવા દેખાતા શક્કરીયાએ સર્જયુ કુતુહલ

- text


હળવદના ખેડૂતના ખેતરે ઉગેલા કબૂતર જેવા શક્કરિયાને જોવા ગ્રામજનોના ટોળેટોળા ઉમટયા

મોરબી : હળવદના ઇંગોરાળા ગામે શક્કરિયા પર કુદરતે સર્જેલી કરામત જોઈને સૌ કોઇ મંત્રમુગ્ધ થઈ ગયા છે. આ ગામમાં એક ખેડૂતને ત્યાં આબેહૂબ કબૂતર જેવું શક્કરિયુ જોવા મળતા ગ્રામજનોમાં કુતુહલ સર્જાયું છે. આ શક્કરિયાને જોવા માટે ખેડૂતના ઘેર ગ્રામજનોના ટોળે ટોળા ઉમટયા હતા.

કુદરતની કરામત ઘણી કુતુહલ સર્જે છે. જેનું જીવંત ઉદાહરણ હળવદના ઇંગોરાળા ગામે જોવા મળ્યું છે. ઈંગોરાળા ગામના એક ખેડૂતે પોતાના ખેતરમાં શક્કરિયાનું વાવેતર કર્યું હતું. જેમાં એક શક્કરિયુ આખા ગામમાં ચર્ચાનો વિષય બન્યો છે. કારણકે આ શક્કરિયુ દેખાવમાં આબેહૂબ કબૂતર જેવું જ લાગે છે.

કબૂતર જેવા દેખાતા આ શક્કરિયાની વાત વાયુ વેગે ગામમાં પ્રસરી જતા ખેડૂતના ઘેર આ શક્કરિયુ જોવા માટે ગ્રામજનોના ટોળેટોળા ઉમટયા હતા. કુદરતે કરામત સર્જીને કબૂતર જેવા બનાવેલા આ શક્કરિયાએ આખા ગામમાં કુતુહલ સર્જ્યું છે.

- text

- text