મોરબીનું ગૌરવ : મિત રવેશિયાનું સુપ્રીમ કોર્ટમાં એક મહિનાની ઇન્ટર્નશીપ માટે સિલેકશન

- text


ગુજરાતમાંથી માત્ર બે જ એલએલબીના છાત્રની પસંદગી થઈ હતી : સુપ્રીમ કોર્ટના હિયરિંગ અને ડ્રાફટિંગ વિશે જ્ઞાન મેળવ્યું

મોરબી : મોરબીના મિત રવેશિયાએ સુપ્રીમ કોર્ટમાં એક મહિનાની ઇન્ટર્નશીપ પૂર્ણ કરી છે. આ ઇન્ટર્નશીપ માટે ગુજરાતમાંથી માત્ર બે જ એલએલબીના છાત્રની પસંદગી કરવામાં આવી હતી. જેમાં મિત રવેશિયાએ પસંદગી પામીને મોરબીનું ગૌરવ વધાર્યું છે.

મોરબીના બિઝનેસમેન જયેશભાઇ રવેશિયાના પુત્ર મિત રવેશિયા જે હાલમાં બરોડા એમએસ યુનિમાં એલએલબીના પાંચમા વર્ષમાં અભ્યાસ કરી રહ્યા છે. તેઓની તાજેતરમાં સુપ્રીમ કોર્ટમાં એક મહિનાની ઇન્ટર્નશીપ માટે પસંદગી કરવામાં આવી હતી. આ ઇન્ટર્નશીપ તેઓએ સફળતા પૂર્વક પૂર્ણ કરીને સુપ્રીમ કોર્ટના હિયરિંગ અને ડ્રાફટિંગ વિશેનું જ્ઞાન મેળવ્યું હતું.

- text

મિતેશ રવેશિયાએ ‘મોરબી અપડેટ’ સાથેની વાતચીતમાં જણાવ્યું કે જેપીએમ ફર્મના સિલેક્શનમા સુપ્રીમ કોર્ટની ઇન્ટર્નશીપ માટે ગુજરાતમાંથી બે છાત્રોની પસંદગી કરવામાં આવી હતી. જેમાં તેઓની પણ પસંદગી થઈ હતી. રાજસ્થાન સરકારના એટર્ની જનરલ પશુપતિનાથ રાજધાનના માર્ગદર્શન હેઠળ તેઓએ આ ઇન્ટર્નશીપ પૂર્ણ કરી છે. ઇંન્ટરર્નશિપ દરમિયાન મિતને સુપ્રીમ કોર્ટમાં કપિલ સિબ્બલ, રામ જેઠમલાણી જેવા દિગ્ગ્જ વકીલો સાથે મુલાકાતનો મોકો મળ્યો હતો. આ ઉપરાંત સાંસદ મોહનભાઇ કુંડારિયા દ્વારા આ છાત્રોને સંસદની મુલાકાતનું આયોજન ગોઠવી દીધું હતું જેમાં તેઓએ બે દિવસની સંસદની મુલાકાત પણ લીધી હતી.

મિત રવેશીયાનો વિશેષ ઇન્ટરવ્યૂ જોવા નીચેની લિંક પર ક્લીક કરો

 

 

- text