માળિયા ઉચાપત કેસમાં તત્કાલીન ચીફ ઓફિસર અને કોન્ટ્રાકટરની જામીન અરજી રદ 

- text


તત્કાલિન મામલતદારે ચીફ ઓફિસરના ૨૨ દિવસના ચાર્જમાં ૮ શખ્સો સાથે મળીને રૂ. ૧.૦૮ કરોડના કરેલા કૌભાંડમાં કોર્ટે જામીન અરજી ફગાવી

માળિયા : સમગ્ર સૌરાષ્ટ્રમાં ગાજેલા માળિયા પાલિકામાં ૧.૦૮ કરોડના ઉચાપત કેસના આરોપી તાત્કાલીન ચીફ ઓફિસર એસ.એમ. સોલંકી અને કોન્ટ્રાકટર પોપટ ધોળકીયાએ જામીન મેળવવા માટે અરજી કરી હતી. કોર્ટે આ અરજી ફગાવી દઈને આરોપીઓને લપડાક આપી છે.

માળિયા નગરપાલિકાના તત્કાલીન મામલતદાર એસ.એમ. સોલંકીને જે તે વખતે ૨૨ દિવસના ચીફ ઓફિસરચાર્જ મળ્યો હતો. આ દરમિયાન કાયમી ચીફ ઓફિસર ચેકબુક પોતાની સાથે લઈ ગયા હોય, તેમ છતાં એસ.એમ. સોલંકીએ નવી ચેકબુક ઇસ્યુ કરાવીને ૮ શખ્સોને રૂ. ૧.૦૮ કરોડના ચેક ઇસ્યુ કરી આપી દઈને કૌભાંડ આચર્યું હતું. આ સમગ્ર કૌભાંડ મામલે પોલીસે પૂર્વ ચીફ ઓફિસર એસ.એમ. સોલંકી , કોન્ટ્રાકટર પોપટ દેવજી ઘોળકીયા સહિતના ૯ શખ્સો સામે ગુનો દાખલ કરીને કોર્ટમાંથી એક દિવસના રિમાન્ડ પણ મેળવ્યા હતા.

- text

રિમાન્ડ પૂર્ણ થઈ જતા તમામ આરોપીઓને પોલીસે જેલહવાલે કર્યા હતા. આ કૌભાંડમાં એસ.એમ.સોલંકીએ કોન્ટ્રાકટર પોપટ દેવજી ઘોળકીયાને કોઈ પણ કામ કરાવ્યા વગર રૂ. ૨૬ લાખના બે ચેક આપી દીધા હતા. આજે પૂર્વ ચીફ ઓફિસર એસ.એમ. સોલંકી તેમજ કોન્ટ્રાકટર પોપટ દેવજી ઘોળકીયા બન્નેએ જામીન મેળવવા માટે કોર્ટમાં અરજી કરી હતી. ત્યારે કોર્ટે બન્ને આરોપીની જામીન અરજી ફગાવી દીધી હતી. આ કેસમાં સરકાર પક્ષે એડવોકેટ વિજયભાઈ જાની રોકાયેલા હતા.

- text