ફિલ્મસ્ટારની જેમ સદાબહાર યુવાન રહેવું છે ? તો મળો રાજકોટના ડો. લાલસેતાને : જુઓ ખાસ ઈન્ટરવ્યું

- text


રાજકોટની શ્રદ્ધા હોસ્પિટલમાં સ્કિન, હેર, એન્ટી એજિંગ ઉપરાંત દાંત માટે થાય છે ખાસ ટ્રીટમેન્ટ

મોરબી : માત્ર ચાલીસ પિસ્તાલીસ વર્ષમાં જ ચામડી કરચલી પડેવા માંડે તો પણ યુવાન દેખાવું શક્ય છે ? શુ ખીલના ખાડા કે ડાઘ મટી શકે ? અણગમતા વાળથી છુટકારો કેમ મેળવવો ? વાંકા ચુકા દાંતની પરફેક્ટ ટ્રીટમેન્ટ કયા કરાવવી ? આવા કોઈ પણ પ્રશ્ન આપને મુંઝવી રહ્યા હોય તો મોરબી અપડેટનો આ વીડિયો આપના માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. મોરબી અપડેટ આપના માટે રાજકોટના અનુભવી અને નિષ્ણાંત ડોકટર લાલસેતા સાથે ખાસ મુલાકાત કરી સ્કિન, હેર અને ડેન્ટલ માટેની અતિ આધુનિક ટ્રીટમેન્ટની માહિતી આપના માટે લાવ્યું છે.

પ્રદુષિત આબોહવા અને ખાનપાનમાં પરહેજના અભાવે આજે હરકોઈ વ્યક્તિને સ્કિન પ્રોબ્લેમ, હેર ફ્લો જેવા પ્રોબ્લેમ કોમન છે એમાં પણ આજના યુવક, યુવતીઓમાં સુંદર દેખાવા માટે સોશિયલ મીડિયા આવતી ટિપ્સ મુજબના અવનવા નુસખા અપનાવાનો ક્રેઝ વધ્યો છે ત્યારે મોરબી અપડેટ વાચકો માટે આજે રાજકોટની શ્રદ્ધા હોસ્પિટલના સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો સાથે મુલાકાત કરાવી રહ્યું છે. અહીં એક જ છત નીચે સ્કિન, હેર, ડેન્ટલને લગતી અતિ આધુનિક ટ્રીટમેન્ટની સાથે કોઈપણ જાતની આડઅસર વગરની હોમિયોપેથીક સારવાર પણ મળે છે. આજે લાલસેતા ડોકટર ફેમિલી ફિલ્મસ્ટાર જેવા સદાબહાર કેમ રહી શકાય તે સહિતની બાબતોની માહિતી આપશે.

ચહેરો આપણી ઓળખ છે, આપણા શરીરનું સૌથી અગત્યનું અંગ એટલે ચહેરો, સુંદર દેખાવું કોને ન ગમે ? ઓબીયસલી બધાને સુંદર દેખાવું ગમે જ પરંતુ ખીલના ડાઘ અને હર ફોલની સમસ્યા આજના યુવક યુવતીઓમાં સામાન્ય છે, એ જ રીતે વાંક ચુકા દાંત અને અણગમતા વાળ પણ સુંદરતામાં વિલન બનતા હોય છે એ સંજોગોમાં રાજકોટના ૧૫૦ ફૂટ રિંગ રોડ ઉપર ગિરિરાજ હોસ્પિટલ નજીક આવેલ ડો.લાલચેતા ગ્રુપની શ્રદ્ધા હોસ્પિટલમાં ચહેરાની સુંદરતાને ચાર ચાંદ લગાવી દે તેવી આધુનિક ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. અહીં સ્કિન સ્પેશિયાલિસ્ટ ઉપરાંત ડેન્ટલ ઈંપ્લાન્ટની ફોરેનની અતિ આધુનિક મશીનરી દ્વારા ટ્રીટમેન્ટ કરવામાં આવે છે.

રાજકોટમાં હેર અને સ્કિન ટ્રીટમેન્ટમાં લેસર ટેકનોલોજીથી લઈ અન્ય આધુનિક પદ્ધતિથી સારવાર માટે ૧૬ વર્ષના અનુભવી ડો.ચેતન લાલસેતા ખીલના ખાડાની એડવાન્સ ટેકનોલોજીથી સારવાર આપી રહ્યા છે જે આજના યુવક – યુવતીઓ માટે ખૂબ જ આશીર્વાદરૂપ છે ઉપરાંત એન્ટી એઇજ એટલે કે ચહેરા ઉપરની કરચલી દૂર કરી સ્કિન ગ્લો કરવા માટે શ્રધ્ધા હોસ્પિટલમાં માઈક્રોનિડલિંગ આરએફ ટેકનોલોજી ઉપલબ્ધ છે તમને જણાવીએ આજકાલ યુવાન દેખાવા માટે આ ટ્રીટમેન્ટ લોકો મોટા પ્રમાણમાં કરાવી રહ્યા છે, આ ઉપરાંત ડો.ચેતન લાલસેતા સફેદ ડાઘ અને અણગમતા વાળ દૂર કરવાની સાથે – સાથે હેર ટ્રાન્સપ્લાન્ટ માટેની આધુનિક પદ્ધતિથી સારવાર કરી રહ્યા છે. સાથે સાથે ડો ચેતન લાલસેતાના પત્ની ડો.મિલી લાલસેતા પણ કોસ્મેટિક પ્રેક્ટિસ કરી રહ્યા છે.

- text

શ્રધ્ધા હોસ્પિટલના ડેન્ટલ વિભાગમાં ડો.મેહુલ લાલસેતા અને ડૉ.વૈશાલી લાલસેતા દાંતને લગતી તકલીફ અને વાંકાચૂકા દાંતની સારવારમાં રાજકોટ જ નહીં બલ્કે સમગ્ર સૌરાષ્ટ્રમાં નામના મેળવી છે, ડો.મેહુલ લાલસેતા કહે છે કે શરીરના મુખ્ય અંગ અને ચહેરાની સુંદરતા વધારતા દાંત પ્રત્યે સજાગ રહેવું જોઈએ. જો નાનપણથી જ ચોકલેટ અને અન્ય ગળ્યા ખોરાકના અતિરેકથી બાળકને દૂર રાખવામાં આવે તો દાંતની સમસ્યાનો સામનો કરવો પડતો નથી. ડો. મેહુલ લાલસેતા ડેન્ટલ ઈંપ્લાન્ટ અને ઝૂમ ટેકનોલોજી અંગે કહે છે કે દાંતમાં સડો થવો આજકાલ મોટી સમસ્યા છે ત્યારે આ માટે રૂટ કેનાલ પદ્ધતિથી ઝડપી સારવાર શક્ય છે, એ જ રીતે ચોકઠાની બદલે ફિક્સ દાંત માટે ડેન્ટલ ઈંપ્લાન્ટ અંગે તેઓ કહે છે કે હવે ચોકઠાનો જમાનો ગયો હવે જડબાના હાડકામાં સ્ક્રુ ફિટ કરી ફિક્સ દાંત બેસાડવાની નવી ટેકનોલજી આવી છે જેમાં દર્દ વગર ડેન્ટલ ઈંપ્લાન્ટ કરવામાં આવે છે ઉપરાંત પીળાશ પડતા દાંત અને પાન – મસાલાથી ખરાબ થઈ ગયેલ દાંતને ઝગમગતા કરવા ઝૂમ પદ્ધતિ વડે ટીથ વાઈટનિંગ કરવામાં આવે છે.

વાંકાચુકા દાંતના નિષ્ણાંત ડો.વૈશાલી લાલસેતા કહે છે કે આગાઉ વાંકાચૂકા દાંત માટે ૧૬ – ૧૭ વર્ષની ઉંમરે જ સારવાર શક્ય હતી પરંતુ હવે આધુનિક ટેકનોલોજી આવતા મોટી ઉંમરે પણ સ્ટ્રેટ વાયર સિસ્ટમથી ખૂબ ઝડપથી સારવાર શક્ય છે, ડો.વૈશાલી લાલસેતા નાના બાળકોના વાલીઓને ખાસ ભાર પૂર્વક જણાવે છે કે જો બાળકને નાનપણથી જ અંગૂઠો ચૂસવો કે મોમાં પેન – પેન્સિલ નાખવા જેવી આદત સુધારવામાં આવે તો દાંતને લગતી સમસ્યાનો સામનો નથી કરવો પડતો ઉપરાંત નાના બાળકની દર છ મહિને રૂટિન તપાસણી કરાવવામાં આવેતો વાંકાચૂકા દાંત અને જડબું વધવા જેવી સમસ્યાનું વહેલું નિદાન અને સારવાર શક્ય હોવાનું ઉમેર્યું હતું.

ડો.લાલસેતા દ્વારા વાચકમિત્રોને આજના સમયમાં ખાન પાનમાં પરહેજ અને થોડી કાળજી રાખવામાં આવે તો સ્કિન, હેર અને ડેન્ટલ પ્રોબ્લેમ્સથી આસાનીથી છુટકારો મેળવી શકાતો હોવાની મહત્વપૂર્ણ જાણકારી આપી છે, આપ કે આપના મિત્ર સર્કલ કે સગા વ્હાલામાં જો કોઈ ને પણ સ્કિન, હર કે ડેન્ટલ પ્રોબ્લેમ હોય તો સલાહ અને સારવાર માટે ચોક્કસથી રાજકોટની શ્રધ્ધા હોસ્પિટલનો સંપર્ક કરશો કારણ કે અહીં તમને મળશે તમારી સમસ્યાનું સચોટ નિદાન.

વધુ માહિતી માટે :
શ્રદ્ધા હોસ્પિટલ
ગિરિરાજ હોસ્પિટલની બાજુમાં, નવજોત પાર્ક,
150 ફીટ રિંગરોડ,રાજકોટ
કોન્ટેક નંબર : 02812585481, 9484883983, 9429483334
ઇમેઇલ : [email protected]
web : www.shraddhaaesthetics.com

શ્રદ્ધા હોસ્પિટલના નામાંકિત ડો.લાલસેતાનો ખાસ ઇન્ટરવ્યૂ જોવા નીચેની લિંક પર ક્લીક કરો…

- text