મોરબી : કોલેજીયનો દ્વારા મકરસંક્રાંતિએ બાળકો અને વિધવા બહેનો માટે દાન એકત્ર કરાયું

- text


પી.જી.પટેલ કોલેજના વિદ્યાર્થીઓએ માત્ર બે કલાકમાં દોઢ લાખ રૂપિયાનું દાન એકત્ર કર્યું

મોરબી : મોરબીની પી.જી.પટેલ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા દરવર્ષની જેમ આ વર્ષે પણ ગરીબ બાળકો અને વિધવા બહેનો માટે દાન એકત્ર કરવામાં આવ્યું હતું.

ગઈકાલે મકરસંક્રાંતિના દિવસે પી જી પટેલ કોલેજ દ્વારા પ્રેરણાદાયી ઉજવણીના ભાગરૂપે સંસ્થાના પ્રમુખ દેવકરણભાઇ અને આચાર્ય ડો.રવિન્દ્ર ભટ્ટની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ આદિવાસી બાળકોની હોસ્ટેલ અને અભ્યાસના ખર્ચ માટે તેમજ નિરાધાર વિધવા બહેનોને રાશન (અનાજ-કરિયાણું) વિતરણ માટે દાન એકઠું કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત વિદ્યાર્થીઓએ માત્ર બે કલાક માં 1.50 લાખ જેટલી માતબર રકમ દાન સ્વરૂપે એકઠી કરી હતી.

છેલ્લા પાંચ વર્ષથી પી.જી. પટેલ કોલેજ દ્વારા આ પ્રોજેકટમાં વિધાર્થી ભાઈઓ અને બહેનો અને સ્ટાફ દ્વારા સવારે બે કલાક ૮ થી ૧૦ ટીમ વર્ક કરી મોરબીના અલગ અલગ વિસ્તારો માં જઈને દાન એકઠું કરવામાં આવે છે.આ સેવા કાર્ય માં જોડાવા તમામ મોરબીવાસીઓ ને સંસ્થા ના પ્રમુખ દેવકરણભાઇ અને આચાર્ય ડો.રવિન્દ્ર ભટ્ટ દ્વારા અપીલ કરવામાં આવી હતી.

- text

અંતમાં કોલેજ દ્વારા લોકોને અપીલ કરતા જણાવાયુ હતું કે, આપણી ૨ કલાકની સેવા નિરાધાર ગરીબ બાળકો અને વિધવા બહેનો માટે આખા વર્ષનો આધાર બની રહે છે. આપ આ પ્રોજેક્ટમા ફોન દ્રારા પણ દાનની રકમ નોંધાવવાની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text