મોરબીમાં કૂતરાઓએ કરાવ્યા એક્સિડન્ટ

- text


કૂતરું આડું ઉતરતા બે અકસ્માતો સહીત ચાર અકસ્માતોમાં પાંચને ઇજા

મોરબીઃ મોરબી પંથકમાં ઉત્તરાયણ પર્વને દિવસે જ ચાર સ્થળે અકસ્માત સર્જાયા હતા. જે પૈકીના બે અકસ્માતો કૂતરું આડું ઉતરતા થયા હતા.

મોરબી અકસ્માતોના બનાવોમાં પ્રથમ બનાવમાં ભરતભાઈ સુખાભાઈ વાઢુંકિયા (ઉ. વ. 28, રહે. પાનેલી) પાનેલીથી સુંદરગઢ જતા હતા ત્યારે કૂતરું આડું ઉતરતાં બાઈક સ્લીપ થયું હતું, જેને પરિણામે તેઓને ઇજા પહોંચી છે. બીજા બનાવમાં અશ્વિનભાઈ જગજીવનભાઇ પાટડીયા અને સુરેશ દિનેશભાઇ (રહે. મહેન્દ્ર રોડ)નું બાઈક મકનસર નજીક સ્લીપ થઇ જતા બંનેને ઇજા થઇ છે.

જયારે વિશાલભાઈ જસાણી (રહે.સરા રોડ હળવદ) આ બાઈક લઇને ભલગામડા નજીકથી જતા હતા ત્યારે કૂતરું આડુ ઉતરતાં તેઓને ઇજા પહોંચી હતી.
છેલ્લા બનાવમાં ગ્રીન ચોક નજીક રમેશચંદ્ર મૂળશંકર પંડ્યા (ઉ. વ. 70, રહે. મોદી શેરી)નું બાઈક સ્લીપ થઇ જતા પગમાં ફ્રેક્ચર થઇ જતા સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text