વાંકાનેરમાં મકરસંક્રાતિના દિવસે ઘાયલ પક્ષીઓ માટે કેમ્પ યોજાયો

- text


વાંકાનેર : વાંકાનેરમાં ઉત્તરાયણના પર્વે પતંગના ધારદાર દોરાથી ઘાયલ થતાં પક્ષીઓને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે જીવદયાપ્રેમીઓ, વનવિભાગ વાંકાનેર તેમજ વન્ય પ્રાણી અભ્યારણ રામપરા સેન્ચ્યુરી આયોજિત કરૂણા અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું.

આ માટે વાંકાનેરના જીવદયાપ્રેમીઓ ખૂબ જ જહેમત ઉઠાવી અમૂલ્ય પશુ-પંખી બચાવી રહ્યા હતા ઉત્તરાયણ પર્વ નિમિત્તે કરુણા અભિયાન અંતર્ગત કેમ્પમાં ખડેપગે  કાર્યરત રહેલ.

દરવર્ષે ચીની માંઝા વાળા દોરાના કારણે અસંખ્ય પક્ષીઓ ઘવાય છે વાંકાનેરના કેમ્પ ખાતે ચાર કબૂતર અને એક રણ કાગડો ઘાયલ અવસ્થામાં લઇ આવેલ અને તેમની સારવાર કરી વાંકાનેર રામપરા સેન્ચ્યુરી ખાતે ફોરેસ્ટ વિભાગની દેખરેખ હેઠળ રાખેલ છે

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text

- text